ગોંડલ આશાપુરા ડેમમાં યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું.

યુવાન તેના સાળા અને ભત્રીજો ત્રણે સાથે આશાપુરા ડેમ ખાતે નહાવા માટે આવ્યા હતા

ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા અને ભત્રીજો ગુરુવારે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે નહાવા માટે પહોંચ્યા હતા દરમિયાન યુવાનનો પગ લપસતાં ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ભત્રીજા ને કાકાએ બચાવી લેતા તેને જીવત દાન મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વોરા રોડ પંચપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ મનુભાઈ ચૌહાણ ઉંમર 38 તેના સાળા ગોપાલભાઈ મકવાણા અને ભત્રીજો દિવ્યેશ રાઠોડ ત્રણે ગુરુવારે બપોરના સમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા દરમિયાન રમેશભાઈ નો પગ લપસતા તેઓ ડેમના ઊંડા પાણીમાં ગરક થયા હતા સાથે સાથે દિવ્યેશ પણ ખેંચાયો હતો દરમિયાન ગોપાલભાઈએ દિવ્યેશને હાથ ખેંચી બહાર કાઢી લેતા તેનો બચાવ થયો હતો જ્યારે રમેશભાઇ નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું ઘટનાને પગલે નગરપાલિકા ફાયર વિભાગના તરવૈયા ઓ ડેમ ખાતે દોડી ગયા હતા અને ડૂબી ગયેલા રમેશભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવના પગલે યુવાન નાં પરિવાર માં કલ્પાંત છવાયો હતો સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૃતક રમેશભાઈ મમરા નાં કારખાના માં કામ કરતા હતા અને ગોપાલભાઈ ને નવું બાઈક છોડાવવા નું હોય જ્યાં બે કલાક નો સમય લાગે તેમ હોય ત્રણે જણા ડેમ ખાતે પહોંચ્યા હતા અને અણબનાવ બની જવા પામ્યો હતો.

error: Content is protected !!