ગોંડલ ની ગુંદાળા ચોકડી પર કોમ્પ્લેક્ષ આગળ ખડકાયેલુ દબાણ દુર કરાયુ.

ગોંડલ ના ટ્રાફિક થી ધમધમતા ગુંદાળા ચોકડી પર કોમ્પ્લેક્ષ આગળ કરાયાલુ છાપરાનુ દબાણ નગર પાલીકા દ્વારા જેસીબી મારી હટાવાયુ હતુ.કોમ્પ્લેક્ષ ના વેપારીઓ એ નડી રહેલા દબાણ અંગે લેખિત રજુઆત કર્યા બાદ કારોબારી અધ્યક્ષે ડીમોલીશન નુ પગલુ ભર્યુ હતુ.


નગર પાલીકા ના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે ગુંદાળા ચોકડી પર ના સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષ મા ઓફિસ ધરાવતા કેટલાક ઇસમો દ્વારા પાર્કીંગ તથા બહાર છાપરા કાઢી દબાણ કરાયુ હોય આ દબાણ રાહદારીઓ તથા ટ્રાફિક ને પણ નડતર રુપ હોય કોમ્પ્લેક્ષ ધારકોની રજુઆત બાદ આજે કચેરીમાં રજા હોવા છતા કર્મચારીઓ ને ફરજ પર બોલાવી દબાણ પર જેસીબી ફેરવી દબાણ હટાવી દેવાયું છે.અનેક ફરિયાદ છતા દબાણકારો દ્વારા દબાણ હટાવાયું ના હોય તંત્ર દ્વારા આકરા પગલા લેવાયાનું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ

error: Content is protected !!