ચરિત્ર ની શંકાએ કુટુંબ નો માળો પિંખાયો: બે પુત્રોની ઝેર આપી હત્યા કરનાર પાશવી પિતાએ સબજેલ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ગોંડલ ના વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર માં રહેતા પતિએ પત્નિનાં ચારિત્ર્ય પર શંકા કરી પોતાના બે પુત્રો પોતાનાં નથી તેવી માનશીક વિકૃતિ સાથે ઝેર પાઇ બન્નેની હત્યા કર્યા બાદ જેલ હવાલે રહેલા પિતાએ પ્રાયશ્રિત નો ભાર જીરવાયો ના હોય તેમ સબજેલ ના ટોઇલેટ માં ગળાફાંસો ખાઈ જીંદગી નો અંત આણતા સબજેલ મા દોડધામ મચી ગઈ હતી . વહેલી સવારે બનેલા બનાવ બાદ સબજેલ ના જેલર,પોલીસ તથા ડેપ્યુટી કલેકટર ની હાજરી મા બનાવ અંગે જરુરી કાર્યવાહી કરી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ ને રાજકોટ ખસેડાયો હતો.

પતિ પત્નિ ના દાંપત્ય માં જ્યારે શંકા ઘર કરે ત્યારે તેનો અંજામ કરુણ હોય તે વાતને યથાર્થ ઠેરવતા બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર મા રહેતા અને સેન્ટીંગ કામ ની મજુરી કરતા રાજેશભાઈ પ્રેમજીભાઇ મકવાણાએ ગત શનિવારે પોતાના તેર અને ત્રણ વર્ષ નાં બે પુત્રો ને પાણીમાં ઝેર ભેળવી પાઇ દઇ હત્યા નિપજાવી હતી.દરગાહ માં ન્યાઝ નુ જમણ જ્મ્યા બાદ બન્ને પુત્રોને ઝેરી અસર થયાની ખોટી સ્ટોરી ઉભી કરનાર રાજેશભાઈ ની પોલીસ ની આકરી પુછપરછ મા પોલ છતી થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી સબજેલ હવાલે કર્યો હતો.

સબજેલ ની બેરેક નં.૧ માં રહેલા હત્યારા પિતા રાજેશે આજે વહેલી સવારે સાડા છ કલાકે બેરેક ના ટોઇલેટ માં બારીનાં સળીયા સાથે ઓઢવા આપેલી ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા તેનુ મોત નિપજ્યું હતુ.બનાવ ની જાણ જેલર રાજેન્દ્રસિંહ સોલંકીને થતા તેમણે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ, પીઆઇ.ડામોર ને જાણ કરતા તંત્ર સબજેલ દોડી જઇ મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.
રાજેશ મકવાણા પત્નિ પર ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરતો હોય બન્ને વચ્ચે વારંવાર જગડા થતા હતા.આખરે બન્નેએ છુટા પડવાનું નક્કી કરી પંદર દિવસ પહેલા છુટાછેડા લીધા હતા.છુટાછેડા બાદ બે પુત્રો હરેશ ઉ.૧૩ તથા રાહુલ ઉ.૩ ને રાજેશે પોતાની પાસે રાખ્યા હતા.પત્નિ પર ચારિત્ર્ય ના આક્ષેપ કરનારા રાજેશ ને બન્ને પુત્રો પોતાના નથી તેવી શંકા રહ્યા કરતી હોય આખરે પાણીમાં ઝેર નાખી બન્ને પુત્રોની હત્યા કરી હતી.


રાજેશ ગોંડલ હાજી મુશાબાવાની દરગાહ મા શ્રધ્ધા ધરાવતો હોય અવારનવાર દરગાહે જતો અને બન્ને પુત્રોને પણ સાથે લઈ જતો હતો.જે દિવસે બન્ને પુત્રોને ઝેર પાયુ ત્યારે પોલીસ ને એવી કેફીયત આપી હતી કે દરગાહ મા ન્યાઝ ના જમણ બાદ બન્ને બાળકો ને ઝેરી અસર થી ઉલ્ટીઓ થઇ હતી અને મોત નિપજ્યા હતા.પરંતુ ન્યાઝ નુ ભોજન કરનારા અન્ય લોકોને કોઈ તકલીફ થઈ ના હોય તપાસનીશ ડીવાયએસપી ઝાલા,પીઆઇ ડામોર, પીઆઇ ગોસાઇ સહિત પોલીસ ને રાજેશ ની કેફીયત શંકાસ્પદ જણાતા આકરી પુછપરછ કરતા દરગાહે થી ઘરે જઈ ‘આ ફાકી ખાઇલ્યો’ તેવુ કહી ઝેર ની પડીકી પાણીમાં નાખી બન્ને બાળકોને પીવડાવી દીધી હોવાની કબુલાત આપી હતી.
મુળ અમરેલી ના વડીયા નો વતની રાજેશ મકવાણા અગાઉ રાજકોટ કોઠારીયા રહેતો હતો.અને છેલ્લા પાંચ વરસ થી ગોંડલ રહી મજુરીકામ કરતો હતો.તેના લગ્ન પંદર વર્ષ પહેલા કોડીનાર ના અલીદરબોલીદર ગામ ની હીરલબેન સાથે થયા હતા.અને સંતાન માં બે પુત્રો હતા.

error: Content is protected !!