ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ ‘‘પોષણ માસ’’ નિમિતે પોષણ શપથ લેવડાવ્યા.

Loading

‘‘પોષણ માસ’’ની ઉજવણીના ભાગરૂપે ગોંડલ તાલુકાનામોટા દડવા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દેવ ચૌધરીની અધ્યક્ષતામાં પોષણ શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ તકે પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલિયા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘‘પોષણ માસ’’ ની ઉજવણી થઇ રહી છે. જેની રાજ્યવ્યાપી શ્રુંખલાના ભાગરૂપે મોટા દડવા ગામે ‘‘પોષણ માસ’’ની ઉજવણી થઇ હતી. આ તકે કલેકટરશ્રીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યને કુપોષણ મુક્ત કરવાના અભિયાનની માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને સવારે નાસ્તો તથા બપોરે ભોજન આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતાઓને દર મહીને ૪ માતૃ શક્તિના પોષક તત્વોના પેકેટ્સ તથા કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ  આપવામાં આવે છે,

જેનો લાભ સંબંધિતોએ લેવો જોઇએ. આ કાર્યક્રમમાં મિલેટ વાનગીઓનુ નિદર્શન,  કિશોરીયોની મહેંદી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ફાસ્ટ-ફૂડના યુગમાં ઓબેસિટી, હૃદયરોગના કેસોમાં સતત વધારામાં ઓર્ગેનિક અને પોષણ તત્ત્વયુક્ત આહાર રોજીંદા જીવનમાં અપનાવામાં તે માટે ચાલુ વર્ષને  આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવણી થઇ છે, તે અંગે પણ ચર્ચા કરાઇ હતી. રાજકોટ જિલ્લામાં પણ દરેક આંગણવાડીમાં વિવિધ કાર્યક્રમો યોજીને મિલેટસ તે અંગેની જાણકારી ક્લેકટરશ્રીએ આપી  હતી.

error: Content is protected !!