રાજકોટ જીલ્લાના ધોરાજી માં મહોરમ માસ ની ઉજવણી અંગે મુસ્લિમ આગેવાનો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક યોજી તાજીયા જુલૂસ અને નીયાઝ વાઈઝ સહિત ના કાર્યક્રમો રદ..
ધોરાજી ખાતે મુસ્લિમો ના શહીદી પર્વ અને મુસ્લિમો નું નવું વર્ષ મોહરમ માસ થોડા દિવસ માં આવનાર છે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને તહેવારો પણ આવી રહ્યા છે જેને અનુસંધાને ધોરાજી માં મુસ્લિમો ના પવિત્ર તહેવાર એવા મોહરમ માસ ની ઉજવણી થવા ના ભાગરૂપે ધોરાજી ના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી સાહેબ ની અધ્યક્ષતા માં ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા સહિત ના અધિકારીઓ એ મુસ્લિમ સમાજ ના આગેવાનો અને મોહરમ ની વિવિધ કમેટીઓ તાજીયા કમિટી ના હોદેદારો હુસેની નીયાઝ કમિટી ના હોદેદારો અને મહેંદી કમિટી ના હોદેદારો અને રઝવી કમિટી ના વાઈઝ ના હોદેદારો સાથે બેઠક યોજી હતી અને ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ જણાવેલ હતું કે ગુજરાત સરકાર ની સૂચના થી અને જીલ્લા કલેકટર ના જાહેરનામાં મુજબ
તાજીયા જુલૂસ નિયાઝ અને મહેફીલ સહિત ના ધાર્મિક કાર્યક્રમો અને તાજીયા જુલૂસ વિસર્જન વગેરે માં ભીડ એકઠો ના થાઈ જેના અનુસંધાન
કોઈપણ ધાર્મિક કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ છે જેથી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ જાહેર માં કરવા નહિ અને ક્યાંય પણ લોકો ની ભીડ એકઠો થાય અને સંક્રમણ વધે એવા કોઈ કાર્ય કરવા પર પ્રતિબંધ છે જેથી આવા કોઈ કાર્યક્રમ યોજવા નહિ જે બાબત ની સૂચના આપી હતી ધોરાજી માં તહેવાર માં શાંતિ અને એકતા જળવાઈ રહે માટે મુસ્લિમ સમાજ ના આગેવાનો અને વિવિધ કમિટી ના હોદેદારો એ સહકાર આપવા ની ખાત્રી આપી હતી
આ તકે પૂર્વ નગરપતિ કાસમ ભાઈ ખુરેશી મુસ્લિમ આગેવાન હાજી અનવર શાહ બાપુ રફાઇ મેમણ મોટી જમાત ના પ્રમુખ અફરોજ ભાઈ લકડકુટા લઘુમતી ભાજપ ના હાજી હમીદ ભાઈ ગોડીલ મોહમદ કાસિમ
ગરાણા બોદુભાઈ ચોહાણ સૈયદ હાજી ઈકબાલ બાપુ સૈયદ બસીરમીયા રૂસ્તમ વાલા સૈયદ હનીફ મીયા રૂસ્તમ વાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર સકલેન ગરાણા ધોરાજી
243 thoughts on “રાજકોટ જીલ્લાના ધોરાજી માં મહોરમ માસ ની ઉજવણી અંગે મુસ્લિમ આગેવાનો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક યોજી તાજીયા જુલૂસ અને નીયાઝ વાઈઝ સહિત ના કાર્યક્રમો રદ..”
Comments are closed.