ગોંડલ માં ગુંદાળા રોડ પર રીક્ષા પલટી મારી જતા સર્જાયેલા અકસ્માત મા સાત માસ ના માશુમ બાળક નુ મોત:રીક્ષા ચાલકે આગળ જતા બાઈક ચાલક ને ઠોકર મારતા કાબુ ગુમાવ્યો.

ગોંડલ થી ગુંદાળા રોડ પર બપોર ના સુમારે રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલાં પરીવાર ના સાત માસ ના બાળક નુ મોત નિપજ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સુમારે ગોંડલ ગુંદાળા રોડ પર ડેકોરાસીટી પાસે મુસાફરો ભરી પસાર થઈ રહેલી જીજે.ઓ૩બીએકસ ૯૨૪૫ નંબર ની રીક્ષા ચાલકે આગળ જઈ રહેલા બાઇક ને ઠોકર મારતા અને રીક્ષા પર થી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી.અકસ્માત મા રીક્ષા મા મુસાફરી કરી રહેલા મુળ દાહોદ અને હાલ નેશનલ હાઇવે ગેલેક્સી પંપ પાછળ રહેતા દશરથભાઇ ડામોર ના સાત માસ નાં પુત્ર નિતિન નુ ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી


દશરથભાઇ અનિડા પાસે ના કારખાના મા મજુરીકામ કરેછે.બનાવ બાદ માશુમ બાળક ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.અકસ્માત સ્થળે દોડી ગયેલી પોલીસે રીક્ષાચાલક રાજકોટ રહેતા કાના રાઘવભાઇ બેચરા ભરવાડ ની ઘરપકડ કરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ જમાદાર જીતેન્દ્રભાઈ વાળાએ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!