ગોંડલ મા બે ભાઇઓ ના ભેદી મોત: જમણ બાદ બન્ને ભાઇઓ ને ઝેરી અસર થઈ:પિતા શંકાનાં દાયરામા.

ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવાલા આવાસ ક્વાર્ટર મા રહેતા  ત્રણ અને તેર વર્ષ ના બે સગા ભાઈઓ ના ગત રાત્રે દરગાહ મા ન્યાઝ નુ ભોજન લીધા બાદ ઘરે ઉલ્ટીઓ થવા લાગતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યા મોડી રાત્રે બન્ને ભાઇઓ ના મોત નિપજતા હતા.બનાવ શંકાસ્પદ હોય બન્ને ના ફોરેન્સિક પીએમ કરાવાયા હતા.ન્યાઝ નુ ભોજન અનેક લોકોએ લીધુ હતુ.પરંતુ કોઈ ને ઉલ્ટીઓ કે કઇ થયુ ના હોય ખરેખર ઝેરી અસર થઈ કે કોઈએ ઝેર આપ્યા ની શંકા એ ભેદભરમ સર્જ્યા છે.વધુ મા મૃતક ભાઇઓ ના પિતા નુ બયાન અને વર્તન પણ શંકા ઉપજાવે તેમ હોય પોલીસે ઉંડાણ  પૂર્વક ની તપાસ હાથ ધરીછે.બન્ને પીએમ રિપોર્ટ બાદ મૃત્યુ નુ કારણ સ્પષ્ટ થશે.

પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા આવાસ ક્વાર્ટર માં રહેતા રાજેશભાઈ પ્રેમજીભાઇ મકવાણા નાં પુત્રો રોહીત ઉ.૩ તથા હરેશ ઉ.૧૩ ને રાત્રે ઘરે ઉલ્ટીઓ થતા પિતા રાજેશભાઈ બન્ને ભાઇઓ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.પરંતુ બન્નેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યા મોડી રાત્રે બન્ને ભાઇઓ એ દમ તોડી દિધો હતો.બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા ગોંડલ પોલીસ ને જાણ કરાતા ડીવાયએસપી ઝાલા,પીઆઇ ગોસાઇ પીઆઇ ડામોર, પીએસઆઇ ઝાલા સહિત નો સ્ટાફ રાજકોટ દોડી ગયો હતો.પોલીસ ને બન્નેના મોત શંકાસ્પદ જણાતા બન્ને ના મૃતદેહ નુ ફોરેન્સિક પીએમ કરાયુ હતુ.

બન્ને ભાઇઓ ના પિતા રાજેશભાઈ મકવાણા છુટક સેન્ટીંગ કામ ની મજુરી કરેછે.અગાઉ રાજકોટ ના કોઠારીયા સોલ્વન્ટ પાસે રહેતા હતા.છેલ્લા પાંચ વરસ થી ગોંડલ રહેછે.રાજેશભાઈ ના લગ્ન કોડીનાર ના અલીદરબોલીદર રહેતા હીરલબેન સાથે થયા હતા.

પત્નિ સાથે મનમેળ નહી થતા હજુ વીસ દિવસ પહેલા બન્નેએ રાજીખુશી થી છુટાછેડા લીધા હતા.બન્ને દિકરા પિતા રાજેશભાઈ પાસે હતા.મોટો દિકરો હરેશ ત્રીજા ધોરણ મા ભણતો હતો. જ્યારે નાના દિકરો રોહિત ને હજુ ભણવા બેસાડ્યો નહોતો

રાજેશભાઈ ના કહેવા મુજબ તેમને ગોંડલ મા આવેલી હાજી મુશાબાવાની દરગાહ મા ખુબ શ્રધ્ધા હોય અવાર નવાર દરગાહે જતા હતા.અને બન્ને બાળકો ને પણ સાથે લઈ જતા હતા.ગઈકાલે બન્ને બાળકો સાથે દરગાહ ગયા હતા.ત્યા ન્યાઝ નુ જમણ ચાલતુ હોય બન્ને બાળકો સાથે પોતે પણ ભોજન લીધુ હતુ.

ઘરે આવ્યા બાદ બન્ને બાળકો બહાર રમવા ગયા હતા.રમીને ઘરે આવ્યા બાદ બન્ને ને ઉલ્ટીઓ થવા લાગી હતી અને બેભાન થઈ જતા તુરંત હોસ્પિટલ લઈ ગયા હતા.અને બાદ મા રાજકોટ ખસેડાયા હતા.

બનાવ મા ન્યાઝ નુ ભોજન અન્ય લોકોએ પણ લીધુ હતુ.પરંતુ અન્ય લોકોને કોઈ તકલીફ થઈ નથી.માત્ર આ બન્ને ભાઇઓ ને ઝેરી અસર કઇ રીતે થઈ? બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે અલગ અલગ દિશામા તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!