ખંડવંથલી નાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદે ડો.આંબેડકર ની પ્રતિમા પાસે અનશન આંદોલન.
ગોંડલ તાલુકા નાં ખડવંથલી ગામમાં મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયુ હોય મેઘવાળ સમાજ ના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગ સાથે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી ડો.આંબેડકર ની પ્રતિમા પાસે અનશન આંદોલન શરુ કરાયુ છે.
પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગામ મા બસસ્ટેન્ડ સામે આવેલું મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા પંદર દિવસ પહેલાં તોડી પડાયું હોય અન્યાય ની લાગણી સાથે મેઘવાળ સમાજ નાં સાત લોકો ડો.આંબેડકર ની પ્રતિમા પાસે બેસી અનશન આંદોલન શરુ કર્યુ છે.ખડવંથલી ના હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, જીતુભાઇ પરમાર, કુરજીભાઈ પરમાર તથા ભરતભાઇ પરમાર સહિત વ્યક્તિઓ અનસન પર બેઠી છે.
અનસન પર બેઠેલા ગ્રામ પંચાયત ના સદસ્ય હકાભાઇ પરમારે જણાવ્યું કે અમારું જુનુ સ્મશાન નદી ની પાછળ હતુ ત્યા અનેક અગવડતા પડતી હોય મેઘવાળ સમાજ દ્વારા ચાર વર્ષ થી નવુ સ્મશાન બસસ્ટેન્ડ સામે બનાવાયું છે.પરંતુ ગ્રામ પંચાયત દ્વારા અહી પવનચક્કી નો રસ્તો કરવાનો છે તેવુ કહી આ સ્મશાન તોડી પડાયુ છે.આ અંગે કલેકટર મામલતદાર સહિત રજુઆતો કરાયા છતા ન્યાય નહી મળતા અનશન આંદોલન શરુ કરાયુ છે.
ખડવંથલી નાં સરપંચ ભાવેશભાઈ કથીરીયાનો મોબાઇલ પર સંપર્ક કરાતા તેમનો ફોન રિસિવ થયો નહતો.