ગોંડલ તાલુકા પંચાયત ના નવા સુકાનીઓ સતારુઢ થયા:પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન ભાવિકાબા વાઘેલા બીનહરીફ બન્યા.

ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢીવર્ષ ની ટર્મ પુરી થતા આજે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે  પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા યોજાયેલ ચુંટણી મા  આગામી અઢીવર્ષ માટે નવા સુકાનીઓ બીનહરીફ જાહેર થયા હતા.

જેમા પ્રમુખ તરીકે હીનાબેન ઢોલરીયા ઉપપ્રમુખ તરીકે ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન તરીકે ભાવિકાબા વાઘેલા બીનહરીફ ચુંટાયા હતા.

તાલુકા પંચાયત ની તમામ ૨૧ બેઠકો પર ભાજપ નો ભગવો ફરકતો હોય  તાલુકા પંચાયત મા ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહી હતી.

ચુંટણીવેળા ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,અગ્રણી પ્રફુલભાઈ (બાઉભાઇ)ટોળીયા, અશોકભાઈ પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી સહિત આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો ઉપસ્થિત રહી ઢોલનગારા સાથે ફટાકડા ફોડી શુભેચ્છાઓ અપાઇ હતી.

error: Content is protected !!