વિજ કરંટ થી બે માશુમ ફુલ મુરઝાયા:નાનાસખપર માં શોર્ટ લાગવાથી ભાઇ બહેન ના કરુણ મોત.

ગોંડલ તાલુકાનાં નાનાસખપર ગામે વિજપોલ નાં અર્થિંગ ને અડી જતા કરંટ લાગવા થી બે માશુમ ભાઇ બહેન નાં ઘટના સ્થળેજ મોત નિપજતા પરીવાર હતપ્રત બન્યુ હતુ અને કલ્પાંત છવાયુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ નાનાસખપર ગામે ધીરુભાઈ ગોગનભાઈ પટોળીયાની વાડીએ ખેત મજુરી કરતા

 

નરેશભાઇ લુહારભાઇ સોલંકી ના માશુમ બાળકો પાયલ ઉ.૬ તથા પ્રવિણ ઉ.૩ સવાર ના સુમારે વાડીમાં રમતા રમતા વિજ પોલ ના અર્થિંગ ને અડી જતા વિજ કરંટ નો જોરદાર ઝટકો લાગતા બન્ને ભાઇ બહેન ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

થોડે દુર પાણી વાળી રહેલા પિતા નરેશભાઇ નુ ધ્યાન પડતા દોડી ગયા હતા.અને બન્ને માશુમ બાળકો નિસ્તેજ હાલત મા પડ્યા હોય હતપ્રત બન્યા હતા.બાદ મા બન્ને બાળકો ના મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


નરેશભાઇ મુળ મધ્યપ્રદેશ બારવાણી ના ધામરીયા ગામ ના છે.અને એક વરસ થી નાનાસખપર ધીરુભાઈ ની વાડીએ પરીવાર સાથે રહી ખેતમજુરી કરેછે.સંતાન માં બે પુત્ર એક પુત્રીછે.સવારે બનેલી ગમખ્વાર ઘટના મા માશુમ પુત્ર અને પુત્રીનો ભોગ લેવાતા પરીવાર માં કાળો કલ્પાંત છવાયો હતો.ગ્રામજનો ના કહેવા મુજબ વિજ પોલ માં એક વાયર છુટો હોય જે અર્થિંગ ને અડી ગયો હોય વિજ પ્રવાહ ચાલુ હતો.બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!