શ્રીનાથગઢ ગામ માંથી ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો જડપાયો : એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્યને સફળતા મળી કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- નો મુદ્દામાલ કબજે કર્યો.

Loading

શ્રીનાથગઢ ગામેથી ઝડપાયેલ જથ્થો બાયોડીઝલ છે કે લાઈટ ડીઝલ તે અંગે એફએસએલને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ ઝડપાયેલ પ્રવાહી ક્યું છે તેની જાણ થશે

બાયોડીઝલના વેપલા માટે ગોંડલ પંથક કેન્દ્રબિંદુ સમાન ગણાય છે અને આ અંગે શહેર તાલુકા કોંગ્રેસીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે

એસ.ઓ.જી શાખાના પીઆઈ બી.સી. મિયાત્રા સ્ટાફ સાથે સુલતાનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ ભગીરથસિહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડા ને ખાનગીરાહે હકિકત મળેલ કે કેતનભાઇ જેન્તીભાઇ જોધાણી રહે શ્રીનાથગઢ તા.ગોંડલ વાળો શ્રીનાથગઢ ગામે ગોંડલ-વાસાવડ રોડ ઉપર આવેલ સપના હોટલ ના પાછળ ના ભાગે પોતાની માલીકી ની ખેતીની જમીન માં ઓરડી બનાવી તેમા ગેરકાયદેસર ફ્યૂલ પંપ ઉભો કરી લોખંડ ના મોટા સ્ટોરેજ ટાંકાઓ બનાવી અને બહાર થી પેટ્રોલીયમ
જવલનશીલ પદાર્થ નો જથ્થો મંગાવી ભેળસેળ યુક્ત ઇંધણ વાહનો ની ફ્યૂલ ટેંક માં તથા બેરલો માં ભરી આપી વેચાણ કરે છે તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા આરોપી ગેરકાયદે ટ્રાવેલ્સ બસ માં જવલનશીલ પ્રવાહી ઇંધણ તરીકે ભરતા મળી આવેલ હોય અને આરોપી પાસેથી જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો
જથ્થો આશરે લીટર ૭,૨૦૬/-જેની કિ.રૂ. ૫,૫૪,૮૬૨/- તથા લોખંડનો સ્ટોરેજ ટાકો ફ્યૂલ પંપ,ઇલેક્ટ્રીક મોટર સહિત કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી કેતન જેન્તીભાઇ જોધાણી ઉ.વ.-૩૧ ધંધો-વેપાર રહે શ્રીનાથગઢ તા. ગોંડલ નિલેશ દિનેશભાઇ સોલંકી ઉ.વ.-૨૭ ધંધો-ડ્રાઇવીંગ રહે બીલડી ગામ તા.ગોંડલ વાળાઓને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ દરોદો પાડવામાં બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી,પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, અરવિંદભાઇ દાફડા, વિજયભાઇ વેગડ, રણજીતભાઇ ધાધલ, અમિતદાન સુરૂ, કાળુભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામીતથા નરશીભાઇ બાવળીયા જોડાયા હતા

error: Content is protected !!