અમદાવાદ થી માવતર માં સાતમ આઠમ નાં તહેવાર માણવા આવેલી પરિણીતા નુ અકસ્માત માં પતિ ની નજર સામે મોત.

જન્માષ્ટમી ના તહેવારો ઉજવવા અમદાવાદ થી ગોંડલ માવતર ને ત્યાં આવેલી પરણિતા પતિ સાથે કૃષ્ણ જન્મોત્સવ જોઈ બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માત માં પતિ ની નજર સામે પત્નિનું મોત નિપજ્યુ હતુ.સાતમ આઠમ ના તહેવારો મા બનેલી ઘટનાને લઈ ને પરીવાર માં રોકકળ મચી જવા પામી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પિયર ધરાવતી અને અમદાવાદ પતિ સાથે રહેતી બીનાબેન કેતનભાઈ વેકરીયા ઉ.૩૯ જેતપુર રોડ પર આવેલાં દાસીજીવણ પાર્ટી પ્લોટ માં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી જોઈ પતિ સાથે બાઈક પર કૃષ્ણનગર પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે રાત્રીનાં દોઢ ના સુમારે ત્રણ ખુણીયા પાસે માતેલા સાંઢ ની માફક ધસી આવેલાં અજાણ્યાં ટ્રક ચાલકે બાઇક ને હડફેટે લેતા પતિ પત્નિ બાઈક સાથે બુરી રીતે ફંગોળાઇ રોડ પર પટકાતા બીનાબેન ને ગંભીર છજા પંહોચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ.

 

મૃતક બીનાબેન અમદાવાદ ઘાટલોડીયા મા પતિ કેતનભાઈ તથા એક પુત્ર સાથે ના પરીવાર મા રહેતા.કેતનભાઈ વેકરીયા હાર્ડવેર નો ધંધો કરે છે.બીનાબેન ના પિતા ગોંડલ કૃષ્ણનગર માં રહેછે.સાતમ આઠમ ના તહેવારો હરખભેર માવતર કરવા આવેલી પરણિતા નુ અકસ્માત માં મોત નિપજતા પરીવાર શોકમગ્ન બન્યો હતો.બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ મથક ના હીતેષભાઇ પરમારે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!