પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી.

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના દીકરી પૂજ્ય નાથીબાઈ માં ના દેવળે જગ્યા ના મહંત પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી લઇ નાથીબાઈમાં ના દેવળ સુધી ભવ્યાતિભવ્ય શોભા યાત્રા નીકળી આ શોભાયાત્રા મા પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી સવારે ૯:૩૦ વાગ્યે નીકળી બપોરે ૧૨:૦૦ વાગ્યે નાથીબાઈમાં ના દેવળે ધજારોહણ થયું

આ શોભાયાત્રા માં ઢોલ શરણાઈ ના તાલે ઠાકર વિહળાનાથ ના કિસ્સા,ભજન, કીર્તન ના સૂર સાથે ભાંભણ ગામ ની રાસમંડળી દ્વારા રાસ તેમજ શોભાયાત્રા મા ,જગ્યા ના અશ્વો,વિન્ટેજ ગાડીઓ અને ખુબ મોટી સંખ્યા માં ગામના લોકો અને ઠાકર ના સેવકો અને સમસ્ત વિહળ પરિવાર જોડાયા અને પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના હસ્તે નાથીબાઈ માં ના દેવળે ધજા ચડાવવામાં આવી

ત્યારબાદ સૌ જગ્યામા આવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યે બાલઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ દ્વારા મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરી ત્યારબાદ રાત્રે ૧૨:૦૦ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ અને શ્રી કૃષ્ણભગવાન ની ઢોલ નગારા સાથે ભવ્ય આરતી કરવામાં આવી આરતીમા ફટાકડા ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા સાથે ભવ્યાતીભવ્ય આરતી કરવામાં આવી.

અહેવાલ કનુભાઈ ખાચર

error: Content is protected !!