જેતપુરની જનતા પાર્કિંગના નામે આ વર્ષે પણ લુંટાશે.???
શું આ વર્ષે પણ સરકારી મિલકતોની જમીનો પાર્કિંગના નામે કબજો કરશે બિનસરકારી લોકો???
ગુજરાત તમામ જગ્યાએ નગરપાલિકાઓ હસ્તક લોકમેળાઓ યોજવામાં આવતા હોય છે. જ્યારે જેતપુરમાં તો ઊંધી જ પદ્ધતિ ચાલતી આવતી રહી છે.
જેતપુર શહેરમાં વિવિધ ખાનગી સંસ્થા દ્વારા આયોજીત જન્માષ્ટમીનો લોકમેળો દર વર્ષે પ્રજા માટે લૂંટ મેળો બની જાય છે. અને આયોજકો પ્રજાની સુવિધાનું ધ્યાન કે કાળજી રાખવાને બદલે મેળાના સ્ટોલની હરાજી અધરો અધર મળતીયાઓને આપવામાં આવે છે. ઉપરાંત હરાજી પણ કરવામાં નથી આવતી. ત્યારે આ જન્માષ્ટમીના લોકમેળામાં આવતા લોકો વાહન પાર્કિંગના નામે પણ ખાનગી લોકો દ્વારા લૂંટાય છે.
કેવી રીતે વાહન પાર્કિંગના નામે લૂંટાય છે લોકો?
જેતપુર શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા જીમખાના મેદાનના નામે ઓળખાતા મેદાનમાં વર્ષોથી જન્માષ્ટમીનો લોકમેળો થતો આવ્યો છે. અને આ વર્ષે પણ આ જ મેદાનમાં મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે પાર્કિગની કોઈ આ વખતે કોઈ ફ્રી વ્યવસ્થા નથી. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલ સરકારી મિલકતો જેવી કે ભાદર સિંચાઇ કોલોની, જૂના સર્કિટ હાઉસમાં ખાસ્સુ મોટું મેદાન આવેલ છે. જેનો લાભ પ્રજાને બદલે લેભાગુ તત્વો ખાનગી પાર્કિંગ કરીને મેળામાં આવતા લોકોને સરકારી જમીન ઉપર વાહન પાર્ક કરવાના પૈસા વર્ષોથી ઉઘરાવતા આવ્યા છે. જેને કારણે લોકો આ વર્ષે પણ આ લેભાગું લોકોના હાથે ના લૂંટાઈ અને મેળામાં આવતા લોકોને ભાદર સિંચાઇ કોલોની, જૂના સર્કિટ હાઉસ અને તાલુકા પંચાયતના સરકારી મેદાનમાં મફત વાહન પાર્કિગની સુવિધા મળે તેવું લોકમાંગ ઉઠી છે.
અહેવાલ:દિનેશ રાઠોડ.જેતપુર