Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન.

Loading

”કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો પણ ચુપ બેસવાનુ” – સાધુ સંતો.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના ભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના પણ આવી એક બાબત સામે આવી છે જેને લઇને આજે સાધુ સંતો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાધુ સંતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવી હતી

જય સનાતન ધર્મ સાથ જણાવવાનું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રો સ્વામીને ફળાહાર કરાવતી મુર્તિઓ, માતા સીતાજી વિશે અભદ્ર ટીપ્પણીઓનો વિવાદ ચાલી રહ્યો છે.

અને આવા દુરાચારી સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના આરાધ્ય દેવી – દેવતાઓના અપમાન કરી રહ્યા છે. તેની સામે કાનુની રાહે પગલા ભરવાની માંગ કરીએ છીએ.

દુનિયાની ઉત્પતી થઈ ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સ્વામીનારાયણ સંપ્રદાયને તો હજુ 250 વર્ષ જેટલો સમય થયો હોવા છતા.

આ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મને નીચે બતાવવાના, આરાધ્ય દેવોને સ્વામી કરતા ઓછા તેજવાળા બતાવવાનો વારંવાર પ્રયાસો કરે છે. વાસ્તવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે, સ્વામીઓ દ્વારા ગુરૂકુળમાં ભણતા બાળકો, શિષ્યો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મહિલા સત્સંગીઓ સાથે વ્યભીચાર, સંપતીઓ માટે મારામારી, ખુનની કોશીષ, ખુન કરવા, કરાવવા જેવા ગુન્હાહીત કૃત્ય કરી ભગવા વસ્ત્રોને લજવ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ બની ગયા એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, મહાપુરૂષો વિગેરે વિશે જેમ ફાવે તેમ વાણી વિલાસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું બોલવા લાગે છે.

તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના અપૂર્વ સ્વામીએ તો હદ વટાવી દીધી. માતા સીતાજી વનવાસ દરમીયાન ભગવાન શ્રી રામ યારે સોનેરી હરણ પાછળ જાય ત્યારે બચાવોની બુમોનો અવાજ સંભળાય છે ત્યારે માતા સીતાજી લક્ષ્મણજીને શ્રીરામની મદદ માટે જવાનું કહે છે અને તેમાં તુ 13 વર્ષથી અમારી ભેગો વનવાસમાં એટલા માટે ફરે છે કે તારી દાનત સારી નથી, હું મરી જઇશ પણ તારી સાથે નહી પરણું આટલું હિન કક્ષાનું બોલે છે.

આવા ઉચ્ચારણ બદલ અપૂર્વ સ્વામીએ ભુતપૂર્વ સ્વામી બનાવી દેવો જોઇએ. આમ સ્વામીનારાયણ સંપ્રદાય પોતે સનાતન ધર્મનો જ એક ભાગ માનીને સનાતન ધર્મમાં જ્ઞાતીઓના વાડા, અમીર, ગરીબ, ઉંચનીચના ભેદભાવો દુર કરવાને બદલે સંપતીઓ એકઠી કરવાના, ભગવાનના અપમાનો કરવાના જ કામો કરે છે.

જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર તાજેતરમાં 23 શ્રમીકોના મકાન પર હરીભક્તો પાસે દબાણની અરજીઓ કરાવી તે મકાનો પર બુલડોઝર ફેરવાવી, શ્રમીકોને ઘરવિહોણા કરી નાખ્યા. તેવી જ રીતે સારણ નદી પાસે રહેતા શ્રમીકોના મકાનો ડીમોલેશન કરાવવાની વાંરવાર ધમકીઓ આપે છે.

અને વર્ષોથી શ્રીજી ગાદીસ્થાનમાં સેવા ચાકરી કરતા હરીભક્ત પરીવારની મહિલાને લેન્ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં એક ટ્રસ્ટીઓએ પોલીસ ફરીયાદ કરી સંડોવી દીધી. આવા બધા કૃત્યો કે જે ગુંડાઓ કરતા હોય તેવા કૃત્ય સ્વામીઓ સંપતી એકઠી કરવા માટે જ કરે છે.

હરીભક્તો પાસેથી ધર્મના નામે પૈસા એકઠા કરી ગરીબ હિન્દુઓના મકાનો પચાવી પાડવામાં વિધર્મીઓને પૈસાઓનું ધિરાણ કરે છે. વિધર્મીઓનું જાહેરમાં સન્માન કરી એક મંચ શેર કરી પ્રશંસા કરે છે. અને સનાતનીઓની નિંદા કરવા જેવા કૃત્યો કરે છે.

આવા કૃત્ય કરનાર સ્વામીઓનો અમો સનાતનીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તેઓ પર કાયદાકીય પગલા ભરવાની માંગ કરીએ છીએ. પરંતુ કેટલાક બની બેઠેલા ઠગ ભગતો દ્વારા હનુમાનજી નામની આગળ પાછળ ગમે તેવા અશોભનીય શબ્દો જોડી દેતા હોય છે, જે શબ્દો વિશે મોટા ભાગના લોકો બેધ્યાન હોય છે.

જેમ કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અનેક મહાનુભાવો, લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરી ગયા પરંતુ હનુમાનજીને સ્વામીના દાસ ચીતરવામાં આવ્યા છે તે કોઇના ધ્યાનમાં નોહતું આવ્યું અને જયારે આ વિવાદ જાગ્યો ત્યારે બધાને ધ્યાને આવ્યું કે આતો સનાતન ધર્મનું અપમાન છે.

આવી રીતે જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, બ્રહ્મલીન રમાનંદજી મહારાજના સમાધિ સ્થળ ખાતે તેજ પ્રતાપી સુર્યમુખી હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલ છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવાનો બની બેઠેલા મહંતે નિર્ણય લીધો અને જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાનજી કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો ? તો પણ ચુપ બેસવાનું. ના તેવું હવે નહી ચલાવી લેવાય અને પ્રાચીન શ્રી નરસીંહજી મંદિર ખાતે શ્રી રામ દરબાર આવેલ છે.

તેમાં હનુમાનજી ગોઠણભેર મુદ્રામાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઇ લક્ષ્મણ સમક્ષ દાસ સ્વરૂપમાં બેસેલ છે. પરંતુ તે રામ દરબારમાંથી હનુમાનજીની મૂર્તિને અલગ કરી લોકોના દાસ હોય તે રીતે જયાં ત્યાં જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમ કે હોટેલ બહાર લોકોનું નમીને સ્વાગત કરતો મહારાજ, ચાની હોટેલ પણ ચા પીતા માલધારીનું કટ આઉટ રાખવામાં આવતા હોય તેમા હનુમાનજી લોકોના દાસ હોય તે રીતે પ્રદર્શન માટે રાખવામાં આવે છે.

આવું કૃત્ય કરવુ પણ હનુમાનજીનું અપમાન છે. જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઇ છે. અમારી લાગણી દુભાવનાર તેમજ હનુમાનજીનુ વારંવાર અપમાન દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ ડોક્ટર હનુમાનજી નામમાંથી ફરી મુળ નામ હતું તે સુર્યમુખી હનુમાનજી રાખવાંમાં આવે તેવી અમારી માંગ છે.

error: Content is protected !!