ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ગોંડલમાં અંદાજિત રૂપિયા ૪ કરોડના ખર્ચે બનેલ પોલિસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ.

મંત્રીશ્રી દ્વારા મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ અને વૃક્ષારોપણ:લાઇબ્રેરી તથા સ્મારક વનનું નિરીક્ષણ

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ની નવનિર્મિત સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું હતું, અને મિયાવાકી વાન ખાતે વૃક્ષારોપણ કરી પરેડ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને સ્મારક વનનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃરહાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના આગમન સમયે નવનિર્મિત પોલિસ કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. બાલિકાઓના કુમકુમ તિલક બાદ મંત્રીશ્રી સંઘવીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ. ૩ કરોડ ૯૬ લાખના ખર્ચે ૨૭૬૭.૪૨ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ સેનાપતિ કચેરીના તમામ ખંડો અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અને જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. મિયાંવાકી વન અને શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ સુવિધા ધરાવતી હાલમાં નવું સંસ્કરણ પામેલી લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.

ગૃહરાજયમંત્રીશ્રી સંઘવીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પાંચાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલ મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. આ મિયાવાકી વનમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી પાંચાણી ફાઉન્ડેશને ઉપાડી છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

 

આ તકે સાંસદશ્રી રમેશભાઈ ધડુક, ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી ભાવનાબેન રૈયાણી, નગરપાલિકાના કારોબારી સમિતિના પ્રમુખશ્રી ઓમદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ અન્દીપરા, ગોંડલ સહકારી બેંકના પ્રમુખ શ્રી અશોકભાઈ પીપળીયા, પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા, અગ્રણીશ્રી રીનાબેન ભોજાણી, ગોંડલ ન.પા.પુર્વ ચેરમેન ઋષિ ભાઈ જાડેજા. શ્રી બાબુભાઈ ડોળીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, રેન્જ આઇ.જી.શ્રી અશોક યાદવ, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિશ્રી પ્રફુલભાઈ વાણિયા, પ્રાંત અધિકારીશ્રી રાજેશભાઈ આલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દીહોરા, ગોંડલ ડીવાય.એસ.પી.શ્રી ઝાલા, પાંચાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ પાંચાણી, પોલિસ જવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

error: Content is protected !!