કથીત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેનાં આરોપી શિક્ષકના જામીન મંજૂર કરતી ગોંડલ એડી. સેશન્સ કોર્ટ.
બનાવની માહિતી એવી છે કે ગઈ તારીખ 2/7/203 નાં ગોંડલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેસ્ટ હાઉસ માં જુનાગઢ કોલેજમાં અભ્યાસ કરતા સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની ફરીયાદ ગોંડલ સીટી પોલીસ મથકે થયેલ હતી
અને આરોપી તરીકે જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના વતની અને શિક્ષકની નોકરી કરતા વિક્રમ બૌધ ઉર્ફે વિક્રમભાઈ ગેલાભાઈ ગોહેલની ગોંડલ સીટી પોલીસે ધરપકડ કરી આ કામનાં આરોપી વિક્રમ બૌધને જેલ હવાલે કરવામાં આવેલ ત્યાર બાદ ગોંડલ સીટી પોલીસે એડી.સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાતાં આરોપીને જામીન ઉપર મુક્ત કરવા માટે ગોંડલનાં નામાંકિત એડવોકેટ દિનેશ પાતર દ્વારા આરોપીની જામીન અરજી દાખલ કરવામાં આવી અને આરોપી તરફે એડવોકેટ ડી.પી પાતરે કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆત અને બચાવ કરવામાં આવ્યો જે નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે ધ્યાને લઇ આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા,.
આ કામે ગોંડલનાં નામાંકિત એડવોકેટ દિનેશ પાતર રોકાયેલ હતા,..