ગોંડલમાં ખુલ્લેઆમ દાદાગીરી:’તારાથી જે થાય તે કરી લે, નાસ્તાના પૈસા નથી આપવા’, નાસ્તાના પૈસા માંગતા દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો:પોલીસ તંત્ર ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

ગોંડલમાં ગુંડા ટોળકીએ નાસ્તો કર્યા બાદ દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માંગતા તેમની સાથે ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો. ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.

 

ગોંડલમાં ગુંડાઓમાં જાણે પોલીસનો ખોફ રહ્યો ન હોય તેવી ઘટના પ્રકાશમાં આવી
ગોંડલમાં જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસે 40 વર્ષીય ભાવિન પ્રવીણ નિમાવત ગુરૂકૃપા ગાંઠિયાની દુકાન ચલાવે છે. ગત રાત્રીના દસ વાગ્યા આસપાસ ભાવિન પોતાની ફરસાણની દુકાને હતો ત્યારે હિતેશ ભરવાડ અને તેના મિત્રો ગાંઠીયા ખાવા આવ્યા હતા. નાસ્તો કરી લીધા બાદ પૈસા માંગતા હિતેશે પૈસા આપવાની ના પાડી હતી.

આરોપીના પિતા જાદવ ભરવાડની ધમકી, કે તારાથી મારા દીકરા પાસે પૈસા કેમ મંગાય?
હિતેશે ધમકી અપાતા જણાવ્યું કે, તારાથી જે થાય તે કરી લે, પૈસા નથી આપવા. તેવું કહી હિતેશ અને તેના મિત્રો દુકાનેથી જતા રહ્યા હતા. થોડા સમય પછી હિતેશ ભરવાડના ભાઈએ દુકાને પહોંચી તેમના પિતા જાદવ સાથે ભાવિનની ફોન પર વાત કરવી હતી. જાદવ ભરવાડે ધમકી આપતા જણાવ્યું કે તારાથી મારા દીકરા પાસે પૈસા કેમ મંગાય? અને ગાળો ભાંડી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં હિતેશનો ભાઈ દુકાન પરથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ હિતેશ, તેનો ભાઈ અને તેનો મિત્ર દુકાને આવી ઝઘડો શરૂ કર્યો હતો. હિતેશે ભાવિનના ડાબા હાથમાં છરી મારી દીધી હતી.

દુકાનદાર ભાવિનને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ભાવીને જણાવ્યુ કે, હિતેશ ભરવાડ પાસેથી નાસ્તાના રૂ.290/- માંગતા મને ગાળો ભાંડી ઝપાઝપી કરી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. ગોંડલ ડિવિઝનના DYSP કે.જી.ઝાલા અને શહેર પોલીસ ના ઇન્ચાર્જ PI એ.સી.ડામોર સહિતના સ્ટાફે CCTV આધારિત આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!