રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની બાળાઓ સાથે રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
રોટરી ક્લબ ગોંડલના સભ્યો તથા પરિવારજનો છેલ્લા 13 વર્ષથી સતત બાલાશ્રમ ની દીકરીઓના હાથે રક્ષા બંધાવી તેમના આશીર્વાદ લઇ તેમ જ મીઠું મોઢું કરાવી ઉજવણી કરે છે.
ક્લબ દ્વારા 20 બાળાઓને ડ્રેસ, ચંપલ, જ્વેલરી સેટ, મેકઅપ નો સામાન તેમજ ચોકલેટ બોક્સ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાલાશ્રમ ની દરેક બાળાઓ તેમજ વૃદ્ધાશ્રમના ભાઈ બહેનનો સાથે રોટરી ક્લબના સભ્યો તથા પરિવારજનોએ સાથે મળી નાસ્તો કરી છુટા પડ્યા હતા.
રોટરી ક્લબ ના શ્રી કેતન રૈયાણી તરફથી સર્વે બાળાઓને ડ્રેસ મટીરિયલ આપવામાં આવ્યું હતું અને દરેકને તેમનાં તરફથી નાસ્તો કરાવવામાં આવેલ હતો તેમ જ દિનુભાઈ પૂજા સેલ તરફથી દરેકને ડાયમંડ નેકલેસ આપવામાં આવેલ, અન્ય મેમ્બર જલ્પેશ રૈયાણી તરફથી દરેકને ચોકલેટના બોક્સ આપવામાં આવેલ તેમજ સભ્યો તરફથી કાર્યક્રમ માટે રોકડ સહયોગ મળેલ હતો.
પ્રાસંગિક પ્રવચન યોગેન્દ્ર જોશી એ કરેલ હતું અને રોટરી વિશે ટૂંકમાં માહિતી આપી હતી. આજના રક્ષાબંધન કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન મનસુખલાલ રૂપારેલીયા, હિરેન રૈયાણી તથા મહેન્દ્રભાઈ સોજીત્રા હતા બધાએ કાર્યક્રમને સફળ બનાવેલ.
બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ક્લબના પ્રમુખ જીગર સાટોડીયા, સેક્રેટરી કીર્તિ પોકાર, રમેશ કારીયા, ચેતન કોટડીયા, જયેશ કાવઠીયા, રૂપેશ ગોલ, જીતેન્દ્ર માંડલીક જ્યોતીન જસાણી, હિતેશ રૈયાણી, જયદીપ પરડવા, ગીરીરાજ ધાકડ વગેરે સભ્યો હાજર રહ્યા હતા.