ગોંડલની ગંગોત્રી સ્કૂલ જીલ્લાકક્ષાની શાળાકીય હેન્ડબોલ સ્પર્ધામાં અવ્વલ નંબરે.

જીલ્લા રમત વિકાસ અધિકારી તેમજ SGFI દ્વારા લેવાયેલ જીલ્લાકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જામવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગોત્રી સ્કૂલ સીટી કેમ્પસની ચાર ટીમ દ્વારા ખુબ જ સારો દેખાવ કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે.

U-14 બહેનોની ટીમ, U-17 ભાઈઓની ટીમ અને U-19 ભાઈઓ-બહેનો બંન્નેની ટીમએ પ્રથમ નંબર તેમજ U-17 બહેનોની ટીમએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષા માટે પસંદગી મેળવી ગંગોત્રી સ્કૂલ પરિવારનું ગૌરવ વધારેલ છે.

આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન એન્ડ ફાઉન્ડર સંદીપ છોટાળા અને સ્કૂલના આચાર્યા કિરણબેન છોટાળા દ્વારા દરેક ખેલાડીઓને તેમજ કોચ શૈલેષ ભટ્ટ અને આદિત્યસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!