ઉમવાડા અંડરબ્રિજ માં ત્રણ ફુટ પાણી ભરાયા:વાહનવ્યવહાર ઠપ્પ:રાહદારીઓ પરેશાન થયા.

ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા પરીવહન માટે મહત્વ ના ગણાતા આ માર્ગ પર વાહનવ્યવહાર ને અસર પહોંચી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાણી ખેંચવાની મોટર બગડી ગઈ હોય પાણી ભરાયા નુ નગર પાલીકા ના સુત્રો દ્વારા જણાવાયું હતું.


પ્રાપ્ત વિગત સવારે ઉમવાડા અંડરબ્રિજ માં ત્રણ ફુટ જેટલુ પાણી ભરાતા નેશનલ હાઇવે,માર્કેટ યાર્ડ તથા અનેક સ્કુલો તરફ જતો વાહનવ્યવહાર અને બાઇક પર જતા રાહદારીઓ ફસાયા હતા.અને કલાકો સુધી અંડરબ્રિજ બંધ રહ્યો હતો.
અંડરબ્રિજ પર પાણી ભરાવા અંગે નગરપાલીકા વોટર વર્કસ ચેરમેન આશિફભાઇ ઝકરીયા તથા એન્જિનિયર પ્રતિક કોટેચા એ જણાવ્યું કે અંડરબ્રિજ ની બાજુ માં બુગદો વહેછે.જેથી અંડરબ્રિજ નીચે કુદરતી પાણી ની સરવાણીઓ વહેતી હોય છે.આ પાણી નાં નિકાલ માટે રેલ્વે તંત્ર દ્વારા મોટર મુકાઇ છે પણ સવારે મોટર બંધ પડી જતા પાણી ભરાયું હતુ.રેલ્વે ને જાણ થતા મોટર રીપેરીંગ ની તજવીજ હાથ ધરી હતી.પણ પાણી અંગે જવાબદારી ની ફેકાફેકી માં લોકો હેરાન થયા હતા.


આશાપુરા અંડરબ્રિજ ની પણ આજ હાલત છે.બાજુ માં બુગદો અને આશાપુરા ડેમ આવેલા હોય અંડરબ્રિજ મા સતત પાણી વહેતુ રહેછે જેને કારણે કિચ્ચડ થતુ હોય વારંવાર અકસ્માત ની સંભવના સર્જાય છે.


ખરેખર તો આ બન્ને જગ્યાએ અંડરબ્રિજ ને બદલે ઓવરબ્રિજ હોવા જોઈએ પણ કોઈ અગમ્ય કારણોસર અંડરબ્રિજ ખડકાયા હોય લોકોને પરેશાની ભોગવવી પડે છે.

error: Content is protected !!