ગોંડલ તાલુકા પોલીસે 544 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડી પાડ્યો : પ્લાસ્ટિક ના વેસ્ટ મટીરીયલ ની આડમાં દારૂ છુપાવાયો હતો.

Loading

ગોંડલ તાલુકા પોલીસે નેશનલ હાઇવે પર ભરૂડી પાસે આવેલ હોટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રક માં તપાસ કરતા ટ્રક માં પ્લાસ્ટિક નું વેસ્ટ મટીરીયલ ની આડમાં બનાવેલ ચોરખાના માં વિદેશી દારૂ ની 544 પેટી મળી આવતા બે શખ્સો ને કુલ મુદામાલ 39,55, 000/- સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પીએસઆઈ જે.એમ.ઝાલા એ ખાનગી બાતમી આધારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ના પાટિયા પાસે રામદેવ હોટેલ ના પાર્કિંગમાં પાર્ક કરેલ RJ14GE – 2551 નંબર ના ટ્રક માં તપાસ કરતા ટ્રક ના પાછળ ના ભાગે પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલ ની પાછળ ચોરખાના માં રાખેલ વિદેશી દારૂ ની પેટી ઝડપી પાડી હતી.

જેમાં 544 વિદેશી દારૂ ની પેટી, જેમાં દારૂ ની 5628 બોટલ કિં.રૂ. 24,48,000/- એક ટ્રક કી.રૂ. 15,00,000/- બે મોબાઈલ કી.રૂ. 7000/- મળી કુલ 39,55,000/- ના મુદામાલ સાથે શ્રીરામ માનારામ ચૌધરી અને ચૂનારામ ધમડારામ ચૌધરી બન્ને બાડમેર જિલ્લા ના શિવકર ગામ વાળા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ નાં આ દરોડા માં એએસાઈ મહિપાલસિંહ ચુડાસમા, ભગીરથસિંહ, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. મ્યુરધ્વજસિંહ રાણા, પ્રતાપસિંહ, વિજયભાઈ, જીતેન્દ્રસિંહ અને રમેશભાઈ સહિત ના ઓ જોડાયા હતા.

error: Content is protected !!