ગોંડલ નાં ભાતીગળ રંગારંગ લોકમેળા માટે રુ.૪૫ લાખ પાંચ હજાર નુ ટેન્ડર મંજુર થયુ:સમગ્ર સંચાલન નગર પાલીકા સંભાળશે.

પ્રસિધ્ધ ગણાતા ગોંડલ નાં લોકમેળા ની તૈયારીઓ શરુ થતા તળીયા ની કિંમત માટે આજે ટેન્ડર ખોલાયા હતા:આગામી 5 સપ્ટે. થી 11 સપ્ટે સુધી યોજાશે લોકમેળો.


નગર પાલીકા ના સભાખંડ માં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજા,પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ સહિત સદસ્યો ની હાજરી માં જયાં લોકમેળો યોજાયછે તે સંગ્રામસિંહ હાઈસ્કૂલ ના મેદાન ના તળીયા ની કિંમત માટે ટેન્ડર દ્વારા હરરાજી થતા પાંચ ટેન્ડર પૈકી રુ.પિસ્તાલીસ લાખ પાંચ હજાર નુ ઉચુ ટેન્ડર મંજુર થવા પામ્યુ હતુ.

નગર પાલીકા દ્વારા તળીયાની અપસેટ પ્રાઇઝ પિસ્તાલીસ લાખ રખાઇ હતી.ગત વર્ષે ટેન્ડર હરરાજી દ્વારા તળીયા ના રુ.એકતાલીસલાખ હતાં જેમાં ટેન્ડર ખુલતા પાલિકાને રેકોર્ડ બ્રેક ટેન્ડર નો ભાવ રૂપિયા 54.51 લાખ  ઉપજ્યા હતા. ગત વર્ષ કરતા આ વર્ષે 9.50 લાખ કિંમત ઓછી આવી હતી.


મેળા નુ સમગ્ર સંચાલન તથા સ્ટેજ ના રંગારંગ કાર્યક્રમો નગર પાલીકા દ્વારા કરાશે તેવુ કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય કે શહેર ઉપરાંત ૮૨ ગામડા ધરાવતો તાલુકો સાથે કોટડાસાંગાણી,લોધીકા સહિત ની જનતા માટે ગોંડલ નો લોકમેળો આકર્ષણ રુપ હોય લોકમેળા મા હૈયે હૈયુ દળાય તેટલી માનવ મેદની ઉમટતી હોય છે.લોકમેળા પર નાં સ્ટેજ પર નાં રંગારંગ કાર્યક્રમો પણ જનતા મોડી રાત સુધી માણતી હોય છે.આમ ગોંડલ નો લોકમેળો રાજકોટ પછી નાં ક્રમ નો ગણાય છે.

error: Content is protected !!