ગોંડલ માં શિવ શોભાયાત્રા દબદબાભેર નીકળી:ઠેરઠેર પુજન સ્વાગત:ગોંડલ શિવમય બન્યુ:હરહર મહાદેવ ના નાદ ગુંજ્યા.
શ્રાવણ માસ ના આજે પ્રથમ દિવસે કાશીવિશ્ર્વનાથ મંદિરે થી શિવશોભાયાત્રા દબદબાભેર પ્રસ્થાન થઈ હતી.અને રાજમાર્ગોપર ફરી મુક્તેશ્વરધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.
મુકતેશ્ર્વર ટ્રસ્ટ, બજરંગ દળ,વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત શિવશોભા યાત્રા બપોરે ચાર કલાકે શિવજી ની પ્રતિમા નુ વૈદોકત પુજન કરાયા બાદ શરુ થઈ હતી.
મુખ્ય રથ ઉપરાંત અન્ય બે રથ સહિત અન્ય ફલોટસ આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા..શોભાયાત્રા ના રૂટ પર વિવિધ સંસ્થાઓ મહારાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડાના.અનીરૂધ્ધસિહ જાડેજા બ્રહ્મ અગણી વિજય ભટ્ટ સુરેશ રાવલ આશિષ વ્યાસ ,તંત્રી ઋષિ ભાઇ પંડ્યા,
રાજપૂત સમાજ સીંધી સમાજ સહિતના દ્વારા ચા,ઠંડાપીણા,આઇસક્રીમ સહિત વ્યવસ્થા કરાઇ હતી.સાધુ સંતો, મહંતો,આગેવાનો અશોક પીપળીયા ઓમદેવસિંહ જાડેજા ગણેશભાઈ સહિત હજારો લોકો શોભાયાત્રા મા જોડાયા હતા.
શોભાયાત્રા ને સફળ બનાવવા રાજુભાઇ ધાના,ગોપાલભાઈ ટોળીયા,જીતુભાઇ આચાર્ય, ગોરધનભાઈ પરડવા,મુકેશભાઇ ભાલાળા,,મયુરભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.