ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત.
ગોંડલમાં આવેલ એસ.આર.પી. કેમ્પ સામે બગીચામાં હિંચકામાં હિંચકી રહેલ પાંચ વર્ષના માસુમ બાળકનું પટકાંતા કરૂણમોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ગોંડલમાં એસઆરપી કેમ્પ સામે રઘુવિર સોસાયટીમાં રહેતાં વિપુલભાઈ પરમારના પાંચ વર્ષના પુત્ર જયવિરસિંહ ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ તેમના ઘરની સામે આવેલ બગીચામાં હીંચકા ખાવા ગયેલ હતો. હીંચકા ખાતા સમયે નિચે પટકાંતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં દોડી આવેલ પરીવારજનોએ બાળકને પ્રથમ ગોંડલ અને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતાં ગોંડલ પોલીસ દોડી ગઈ હતી. બાળક ના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો હતો. વધુમાં મૃતક બાળકના પિતા કારખાનામાં કામ કરે છે. અને એકના એક વ્હાલસોયા પુત્રના મોતથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.