ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના દ્વારા યોજાયો આઝાદીનો “પંચવિધ કાર્યક્રમ.

Loading

ગોંડલ ખાતે એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજના પ્રાંગણમાં ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના સંયુક્ત ઉપક્રમે “મેરી મિટ્ટી મેરા દેશ” અને “હર ઘર તિરંગા” અભ્યાન અંતર્ગત સ્વતંત્રતા દિને ધ્વજ વંદન સાથે માટી યાત્રા, શીલા ફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વિરોને વંદન તથા સાંસ્કૃતીક કાર્યક્રમનો સંકલિત પંચવિધ કાર્યક્રમ યોજાવામાં આવેલ આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનના નગરપાલિકા પ્રાદેશિક નિયામક ડો. ડી. બી. વ્યાસ (IAS) ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ.


ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન આ પંચવિધ કાર્યક્રમ અંગે એશિયાટીક કોલેજના સ્થાપક પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભુવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત ગોંડલ શહેરના નાગરિકો, નગરપાલિકાના પદાધિકારીઓ, કોલેજના પ્રધ્યાપકો, ગોંડલ નગરપાલિકાના કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ સર્વને પ્રેરિત કરીને પંચપ્રણ પ્રતિજ્ઞા લેવડાવેલ તે મુજબ “(૧) વિકસિત ભારતના સ્વપ્નને સાકાર માટે અથાગ પરીશ્રમ કરીશું (૨) ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું (૩) આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું. (૪) આપના રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે કામ કરીશું. (૫) રાષ્ટ્ર પ્રત્યે અમારી અતૂટ ફરજોનું પુન:પુષ્ટિ કરી પાલન કરીશું”. એવી પંચ સપથ આ કાર્યક્રમમાં સહભાગી બનેલ ૧૦૦૦ થી વધુ લોકોએ લઈને ઉપરોક્ત પંચપ્રણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતાં, ગોંડલ શહેરની માટી અને માટીના દીવા (કોડિયું) સાથે ગૌરવપૂર્ણ રીતે કળશમાં લઈ તિરંગા ઝંડા લહેરાવી માટી યાત્રા કાઢવામાં આવેલ જે માટીના કળશને ગોંડલ નગરપાલિકા દ્વારા કર્તવ્ય પથ નવી દિલ્હી ખાતે પહોચાડવામાં આવશે.

ત્યારબાદ આ પંચવિધ કાર્યક્રમમાં પ્રાદેશિક નિયામક ડો.ડી.બી. વ્યાસ, ધારાસભ્યના પ્રતિનિધિ યુવા આગેવાન ગણેશભાઈ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, એશિયાટીક કોલેજના સ્થાપક પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભુવા, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, તથા પ્રફુલભાઇ ટોળીયા સર્વેના હસ્તે અમૃત વાટિકાની જેમ શીલાફલકમનું અનાવરણ કરવામાં આવેલ.
ત્યારબાદ ગોંડલ શહેર અને તાલુકાનાં ૨૦ થી વધુ માજી સૈનિકોને પાકિસ્તાન અને તિબેટ બોર્ડર ઉપર પોતાના જીવ જોખમમાં મૂકીને બજાવેલ દેશ સેવાને સલામી આપી તેઓને વીરવંદના કાર્યક્રમથી ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો હસ્તે સન્માનીત કરવામાં આવેલ સાથે સાથે વિશ્વસ્તરની રાષ્ટ્રીય ઈજનેરી સંસ્થા આઇઆઇટી ખડકપુર અને આઇઆઇટી પટણામાં યોજાયેલ ટેકનિકલ સ્પર્ધા તથા સાયબર સિક્યોરિટી અને રાજ્ય કક્ષાની ક્વિજ કોમ્પિટીશનમાં વિજેતા બની ગોંડલ પંથકનું નામ રાજ્ય બહાર પણ રોશન કરેલ હોય એવા એશિયાટીક કોલેજના ટેકનોક્રેટ લેક્ચરર મેઘા ગોપીયાણી, ભાર્ગવ દવે, રાજદીપ જાડેજાનું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ વધુમાં એશિયાટીક કોલેજ ખાતે અભ્યાસ કરી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના પરિણામમાં સૌરાષ્ટ્ર રીઝીયોનમાં પ્રથમ દસ સ્થાન પ્રાપ્ત કરનાર રાજ્યના ભાવી ઈજનેરો તથા રાજ્ય કક્ષાની ક્વિજ કોમ્પિટીશનમાં બનનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવેલ. આ તકે ગોંડલ નગરપાલિકાના વોટરવર્કસ શાખા અને સફાઈ કામદાર કક્ષાના નાના કર્મચારીઓ કે જેમને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેમણે પણ શીલ્ડ આપી સન્માનીત કરી તેઓની ફરજ નિષ્ઠા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ.


ત્યારબાદ આઝાદી ના શહીદોની રાષ્ટ્ર ભક્તિને શ્રદ્ધાંજલી આપી તેના જેવી શોર્ય અને સાહસની અસ્મિતા અત્યારની પેઢીમાં જાગૃત થાય તેવા સંસ્કૃતિત કાર્યક્રમો એશિયાટીક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ જે નિહાળી ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થઈ ગયેલ. આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ અને ચુટાયેલા સદસ્યશ્રીઓ સહિત, ગૌતમ સિંધવ, ચંદુભાઈ ડાભી, રીનાબેન ભોજાણી, કૌશિક પડારિયા, ઋષિરાજસિંહ જાડેજા, કાંતાબેન સાટોડીયા, પ્રવીણભાઈ રૈયાણી, જિગર સાટોડીયા, સંદીપભાઈ છોટાળા, દીપકભાઈ ઘોણીયા, નરેન્દ્રભાઈ વિરડીયા, વિશાલભાઈ ઘડૂક, હિરેનભાઇ ભાલોડીયા, અમિતભાઈ કોઠારી, દીપભાઈ સાકરીયા તથા ગોંડલ નગર પાલિકાના અધિકારીઓ, એશિયાટીક કોલેજના પ્રધ્યાપકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નગર પાલિકાના કર્મચારી ગણ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!