ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશની આઝાદીનું 77 મું વર્ષ. આ 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગંગોત્રી સ્કૂલના પ્રિ પ્રાયમરી અને પ્રાઈમરી વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે શહીદવીરોના એકપાત્ર અભિનય, ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા વગેરે જેવી ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જામવાડી ખાતે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદીપભાઈ છોટાળા દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના નારા લગાવીને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

 

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદીપભાઈ છોટાળા દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર ભક્તિથી પ્રેરિત વક્તવ્ય આપી દેશનાં વિકાસમાં વિધાર્થી(યુવા પેઢી)નું અનેરું મહત્વ છે તે સમજાવ્યું હતું.

આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તેમજ આ 77માં સ્વાતંત્ર્ય પર્વ પર સંદીપભાઈ છોટાળા દ્વારા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!