25 વર્ષ થી નાસતા ફરતા આરોપી ને દાહોદ જિલ્લા માંથી અને 2 વર્ષ થી નાસતા ફરતા શખ્સ ને જામ્બા જિલ્લા માંથી રાજકોટ રૂરલ પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યા.
ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશન ના ધાડ – લૂંટ ના ગુન્હામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપી ને ખાનગી બાતમી ના આધારે દાહોદ જિલ્લા માં ખંડેલા ગામ થી ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય લોધિકા પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુન્હા માં 2 વર્ષ થી નાસતા ફરતા આરોપી ને જામ્બા જિલ્લા ના થુંવાદરા ગામે થી ઝડપી પાડ્યો.
લોધિકા પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુન્હા ના આરોપી ને ઝડપી પાડ્યો
લોધિકા પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુન્હા માં છેલ્લા 2 વર્ષથી જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ કેદીઓની તપાસ દરમિયાન ખાનગી બાતમી ના આધારે અપહરણ કરનાર દાહોદ જિલ્લા ના દિનેશ ટોલિયા વાખલા રહે થુંવાદરા વાળા ને ઝડપી પાડ્યો હતો અને ભોગબનનાર ને દાહોદ જિલ્લા ના કતવારા ખાતે થી મળી આવતા બન્ને ને લોધિકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
રાજકોટ રૂરલ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા કામગીરી કરવામાં આવી
રાજકોટ રૂરલ LCB ના PI વી.વી.ઓડેદરા, પેરોલ ફ્લો સ્કોડ ના PSI ડી.પી.ઝાલા, ASI મહમદભાઈ ચૌહાણ, HC દિલીપભાઈ કળોતરા, મયુરભાઈ વીરડા, હરિશચંદ્રસિંહ વાઘેલા, PC મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ, હિતેશભાઈ, ભાવેશભાઈ મકવાણા, મનીષાબેન ખીમાણિયા સહિત ના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.