ગોંડલના રીબડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી,મેરા દેશ કાર્યક્રમ યોજાયો.

આકાર્યક્રમમાં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ.

ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયેલ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાથી લઈને શહેરો સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ત્યારે ગોંડલ તાલુકાના રીબડાના ગામે પણ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.

 ગોંડલના રીબડા ગામે મેરી મિટ્ટી,મેરા દેશ,મિટ્ટી કો નમન,વીરો કો વંદન સાથે રીબડા પ્રાથમિક શાળા ખાતે “મેરી મિટ્ટી,મેરા દેશ કાર્યક્રમની ઉજવણી દેશભક્તિના નારાઓ સાથે કરવામાં આવી હતી.રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શીલા ફલકમ,પંચપ્રાણ પ્રતિજ્ઞા,વીરોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

શાળાના આચાર્ય,શિક્ષકો,ગામના આગેવાનો સહિતના લોકોની ઉપસ્થિતમાં યોજાયેલ કાર્યક્રમના ભાગ રૂપે 75 વૃક્ષોનું વાવેતર અને વિતરણ અગ્રણી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમને લઈને શાળાના વિદ્યાર્થી બાળકો,ઉપસ્થિત ગ્રામજનોમાં રાષ્ટ્ર ધ્વજના વંદન સાથે દેશ ભક્તિના નારાઓ ગુંજી ઉઠ્યા હતા

error: Content is protected !!