Gondal-Rajkot ૩૦ થી વધુ તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ માં આવ્યા : ગોંડલ માં ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ગોંડલ માં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના નમાઝ અદા કરી અને કરબલા ના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી 29 જુલાઈ એ બપોર બાદ 5:00 વાગ્યે વિશાળ જુલુસ ચોરડી દરવાજા થી પ્રસ્થાન કરી મોટી બજાર, વેરી દરવાજા, સેન્ટ્રલ સિનેમા, થી ભગવપરા માં આવેલ બોદલશા પીર ની દરગાહ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
તાજીયાના દીદાર કરી મુસ્લિમ બિરાદરોએ માનતાં ઉતારી હતી.
તાજિયામાં વિવિધ આશરે નાના મોટા 50 જેટલા કલાત્મક તાજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું તાજીયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા 29 ના રોજ આસૂરાનો દિવસ છે
જેમાં મુસ્લિમો આંસુરા ના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને ને ઇમામ હુસેનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી. ઈમામ હુશૈન સહિતના 72 જાનીશારોની શહાદત ની યાદ માં મુસ્લિમ બિરાદરો ચા પાણી નાસ્તો લચ્છી શરબતોની શબીલો કરી વિતરણ કરવામાં આવી તાજીયાના દીદાર કરી મુસ્લિમ બિરાદરોએ માનતાં ઉતારી હતી.
હિન્દૂ મુસ્લિમ એકતા નું પ્રતીક જોવા મળ્યું
તાજીયા ઝુલુસ નીકળ્યું હતું તે દરમિયાન હિન્દૂ – મુસ્લિમ એકતા નું પ્રતીક જોવા મળ્યું હતું સેન્ટ્રલ સિનેમા ચોક ખાતે મેઘવાળ સમાજ દ્વારા ગરમ નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું
ચુસ્ત પોલિસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા, પ્રોબેશન DYSP આસ્થા રાના, સિટી પી.આઇ. એમ.આર. સંગાડા, PSI આર.એલ.ગોયલ, કોઠીયા જે.એમ.ઝાલા, એમ.આર.સિંધવ, એમ.જે.ઝાલા, માઉન્ટન PSI જાડેજા, મહિલા પોલીસ સ્ટાફ સહિત ના 100 જેટલા પોલીસ સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો હતો.