ગોંડલના સડક પીપળીયા ગામે માત્ર 552 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા…

દબાણ ના મુદ્દે હાઇકોર્ટ દ્વારા વચગાળાની નોટીસો આપવામાં આવી હોવા છતાં અધિકારીઓ એ અરજદાર ની રજુઆત કે નોટીસો ધ્યાન ઉપર લીધી ન હતી.
અધિકારીઓ એ હાઈકોર્ટની નોટીસનો છેદ ઉડાડી રાજકીય હાથો બન્યા હોવાનો ઘાટ સર્જાયો હતો.
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે માત્ર આંગળીના વેઢે ગણાય એટલા સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેમને લઈને તંત્રની દબાણ હટાવ કામગીરી ચર્ચાસ્પદ બનવા પામી હતી.
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે સરકારી જમીનો ઉપર દબાણો ખડકાઈ ગયા હોવાથી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ગોંડલ તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત,પોલીસ,સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં સરકારી ગૌચરની જમીન ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સડક પીપળીયા ગામે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ ભાવુભા જાડેજાના ટેકેદાર એવા બાદલભાઈ બેલીમ અને નરેશભાઈ જમોડ(કોળી) નામના ઈસમોએ ગૌચરની જમીનો ઉપર  આશરે 477 ચો.મી.તેમજ 75 ચો.મી. મળીને કુલ 552 ચોરસ મીટર ઉપરની જગ્યાના દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
તંત્રની દબાણ હટાવ કામગીરીના સમયે બંને દબાણકર્તાઓએ કરેલ દબાણો અંગે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું જણાવ્યું હતું.તેમ છતા દબાણ હટાવ કામગીરી માટે આવેલ અધિકારીઓ અને કર્મચારીઓએ દબાણ હટાવની કામગીરી પાકા દબાણો હટાવીને પૂર્ણ કરી હતી.આ સાથે જ 552 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.તો બીજી તરફ બંને દબાણકર્તાએ તંત્ર સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સડક પીપળીયા ગામે ઘણા દબાણો છે.તેમ છતા તેઓ સ્વ.મહિપતસિંહ જાડેજાના ટેકેદાર હોવાથી તેમની પ્રત્યે રાગદ્વેષ રાખીને દબાણો દૂર કરેલ છે.જેમને લઈને સડક પીપળીયા ગામે કરવામાં આવેલ દબાણ હટાવની કામગીરી તાલુકાભરના લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામી છે.
error: Content is protected !!