ગોંડલમાં ૧૩.૭૯ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો દારૂનો જથ્‍થો ઉતરે તે પુર્વે જ એલસીબી ત્રાટકી : ટ્રક સહીત ર૪.૧૪ લાખના મુદામાલ સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ.

ગોંડલ મહાકાળીનગરના ભરત જાદવ અને ચોટીલા મફતીયાપરાનાં હિતેશ ધોરીયાએ હરીયાણાથી દારૂ મંગાવેલો: ૧૩.૭૯ લાખનો ૩૧૨ પેટી દારૂ, ત્રણ મોબાઈલ ફોન, ટ્રક મળી રૂા.૨૪.૧૪ લાખનો મુદામાલ જપ્ત

મૂળ વિંછીયાના અજમેર ગામનો વતની અને હાલ ચોટીલા રહેતો હિતેષ કોળી, હરીયાણાના ટ્રક ચાલક રમેશકુમાર જાટને દબોચી રાજસ્થાનના સપ્લાયર અને હરીયાણાથી દારૂ ભરી આપનારની શોધખોળ

ગોંડલમાં દારૂનો જંગી જથ્‍થો ઉતરે તે પુર્વે જ રૂરલ એલસીબીએ દરોડો પાડી ૧૩.૭૯ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક અને દારૂ સહીત ર૪.૧૪ લાખના મુદામાલ સાથે ટ્રકના ડ્રાઇવર અને કલીનરને ઝડપી લઇ અન્‍ય ત્રણ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

જીલ્લા પોલીસ અધિક્ષક જશપાલસિંહ રાઠોડએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા રૂરલ એલસીબીના પોલીસ ઇન્‍સ. વી. વી.ઓડેદરાની રાહબરી હેઠળ એલસીબી શાખાના પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહીલ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એલસીબી સ્‍ટાફના કર્મચારીઓને મળેલ હકિકત આધારે ગોંડલ, પાંજરાપોળ બસ સ્‍ટેન્‍ડ પાસેથી ટ્રક નં. સીએચ ૦૧ ટીબી ૭૦પ૯ પકડી તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્‍ડની ૭પં૦ એમ.એલ. તથા ૧૮૦ એમ.એલ.ની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૩૧ર બોટલ નંગ-૫૪૭૨ તથા ટ્રક નં. સીએચ ૦૧ ટીબી ૭૦પ૯ની કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦ તથા ત્રણ મોબાઇલ ફોન કિ. રૂા. ૩૦,૦૦૦ તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂા. ર૪,૧૪, ૦૪૦ના મુદામાલ સાથે (૧) ડ્રાઇવર રમેશકુમાર બલવીરસિંહ જાંટ ઉ.વ.૪૩ ધંધો ડ્રાઇવીંગ રહે. નવલા જી. હિસાર રાજય હરીયાણા તથા (ર) કલીનર હિતેષ મનસુખભાઇ ગાબ ઉ.વ.ર૧ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ ચોટીલા ખીમાઇ હોટલ પાસે મુકેશભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી તા.ચોટીલાને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં આ દારૂનો જથ્‍થો ભરત ભીખાભાઇ જાદવ રહે. ગોંડલ મહાકાળી નગર એ હીતેષ સામતભાઇ ધોરીયા રહે. ચોટીલા મફતીયા પરા જી. સુરેન્‍દ્રનગર મારફત (૩) પંડીત રહે. હીસાર હરીયાણા (દારૂ ભરી આપનાર) (૪) મુકેશ રહે. રાજસ્‍થાન (દારૂની સપ્‍લાય કરનાર) પાસેથી મંગાવ્‍યાનું ખુલતા ઉકત ચારેયની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ ઇન્‍સ. ડી.જી.બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો.હેડ કોન્‍સ. મહીપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, દિગ્‍વીજયસિંહ રાઠોડ તથા પો.કોન્‍સ. ઘનશયામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા, રજાકભાઇ બિલખીયા તથા દિલીપસિંહ જાડેજા રોકાયા હતા. હતા.

error: Content is protected !!