ગોંડલમાં આર્થિક નબળા બ્રહ્મ પરિવારોને રાશન કીટનું વિતરણ.
બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા જોળીનો કાર્યક્રમ યોજાયો.
ગોંડલ ખાતે બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા આજરોજ તારીખ ૧૭/૭/૨૦૨૩ના રોજ પવિત્ર સોમવતી અમાસ ના દિવસે પંદરમી અન્નપુર્ણા જોળી નો કાર્યક્રમ શ્રી રામજી મંદિરે જેરામદાશીજી બાપુ ના સાનિધ્યમાં રાખવામાં આવેલ જેમાં બાપુ ના હસ્તે આર્થિક નબળાં બ્રહ્મ પરિવારો ને રાશનકીટ અર્પણ કરવામાં આવેલ હતી આ પ્રસંગે રાજકોટ થી શ્રી જયશ્રીબેન હિતેશભાઈ દવે ડીવાઈન પરિવાર ખાસ ઉપસ્થિત રહીને શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ને અગ્યાર જોળી નું દાન કરેલ અને શ્રી યતીસભાઈ ગોવિંદભાઈ દેસાઈ તરફથી પણ તેર જોળીનું અનુદાન મળેલ હતું.
આ પ્રસંગે ગોંડલ ના બ્રહ્મ અગ્રણી ઑ શ્રી વિજયભાઈ ભટ્ટ. અજયભાઈ રાવલ.મહેશભાઈ પંડ્યા. જેમીનભાઈ ભટ્ટ.કિશોરભાઇ દવે.પ્રવીણભાઈ પંડ્યા.યશવંતભાઈ રાવલ. સુરેશભાઈ રાવલ.કલ્પેશભાઈ વ્યાસ.આશિષભાઈ વ્યાસ. અભયભાઈ યાજ્ઞિક. હેનિલ જોશી.વગેરે હાજર રહ્યા હતા.