ગોંડલ શહેર કોગ્રેસએ દારૂની રેલમછેલ ના મુદે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવ્યું.

ગોંડલ શહેર તેમજ તાલુકામાં જાણે દારૂની ફેકટરીઓ ઉભી થઈ હોય તેમ ટુંકા ગાળામાં S.M.C એ રેડ કરી લાખો રૂપિયા નો દારૂ ઝડપી સ્થાનિક પોલીસને ઉધતી ઝડપી હતી ત્યારે શહેર કોગ્રેસ દ્વારા દારૂ મુદે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

શહેર કોગ્રેસ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાંધી તારા ગુજરાતમાં દારૂની રેલમછેલ સાથે ના બેનર લઈને દારૂ મુદે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જીલ્લા પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા શહેર પ્રમુખ આશીષ કુંજડીયા યતિશ દેસાઈ દિનેશ પાતર જયસુખ પારધી વિજય ભટ્ટ જૈમિન ભટ્ટ સહિતના કોગ્રેસના અગ્રણીઓ દ્વારા રાજકીય પીઠબળ વિના દારૂ ની રેલમછેલ તેમજ પોલીસ ની મીલીભગત થી મોટાપાયે દારૂ વેચાણ થતું હોવાના આક્ષેપો સાથે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

error: Content is protected !!