Gondal-ગોંડલ મોંઘીબા કન્યા શાળા તથા હાઈસ્કૂલ માં બે માસ માં ત્રણવાર ચોરી : આરોપીઓએ પોલીસને આપી ચેલેન્જ.

ગોંડલ શહેરની ઐતિહાસિક ધરોહર સ્કૂલ ધરાવતી અને શહેરની મધ્યમાં આવેલ મોંઘીબા કન્યા તાલુકા શાળા નં-૩ તથા હાઈસ્કૂલ માં વારંવાર ચોરીના બનાવ બનતા હોવા છતાં સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં ટુંકા પડતાં હોવાને પગલે ચોરોને મોકળું મેદાન મળી જવા પામ્યું છે

 

ગોંડલ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ અને જેની હેરીટેજ બિલ્ડીંગ માં ગણના થતી ઐતિહાસિક ધરોહર સમાન મોંઘીબા હાઈસ્કૂલમાં છેલ્લા બે માસમાં ત્રણ ત્રણ વાર ચોરીના બનાવ બન્યા હોવાની ગોંડલ સી.ટી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે

 

ત્યારે ચોર દ્વારા બાથરૂમમાં પાણી સપ્લાય માટે ની ટાંકી પણ ચોરી ગયા ઉપરાંત લાઈટના વાયરો પણ ચોરી ગયા હતાં જેથી લાઈટ ન હોવાના કારણે વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી

અને એકજ હોલમાં સાથે બેસી અભ્યાસ કરવાની નોબત આવી પડી હતી મોંઘીબા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ કરી હોવા છતાં તપાસ કરવામાં ઢીલીનિતી અપનાવતા હોવાથી ચોરને મોકળુ મેદાન મળી જવા પામ્યું હતું જેમને કારણે બે માસની અંદર ત્રણ ત્રણ વાર ચોરીના બનાવ બનવા પામ્યા છે

 

ત્યારે એક બાજુ ગોંડલમાં આવેલ ઐતિહાસિક ઈમારતો જેવીકે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ, તાલુકા શાળા, મોંઘીબા હાઈસ્કુલ, એસ.આર.પી.બિલ્ડીંગ, વેરી દરવાજો સહિતની અનેક ઈમારતો આગામી તબક્કામાં જીલ્લા કલેક્ટર સરકારમાં હેરિટેજ સીટી જાહેર કરવા મામલે દરખાસ્ત કરવાની કાર્યવાહી કરશે

 

પરંતુ ઐતિહાસિક ધરોહર ધરાવતી હાઈસ્કુલ માંથી કિંમતી સામાનની ચોરીના બનાવને લઈને પોલીસ તપાસ ની ઢીલીનિતી ના કારણે ચોર ને મોકળુ મેદાન મળી જવા પામ્યું છે

ત્યારે ઐતિહાસિક ઈમારતો ની જાળવણી થાય અને કિંમતવસ્તુ વેર વિખેર થાય એ પહેલાંજ પોલીસના જવાબદાર અધિકારીઓ તપાસના આદેશો આપી આ ચોર ને પકડી પાડી કિંમત વસ્તુઓની ચોરી થતી અટકાવે તેવી પ્રબુધ્ધ નાગરિકો માંથી માંગ ઉઠવા પામી છે.

 

error: Content is protected !!