ગોંડલમાં રવિવારે ઔષધીય વૃક્ષના 11,111 રોપાનું વિતરણ;રોપા લઈ જનાર પાસેથી ઉછેર ની બાહેંધરીનું ફોર્મ પણ ભરાવાશે
ગોંડલ ખાતે પર્યાવરણ ગતિ વિધિ તેમજ અક્ષયભારતી મિત્ર મંડળ તેમજ શિશુ મંદિર દ્વારા અલગ અલગ જાતના ઔષધીય વૃક્ષના 11,111 રોપાનું નિ:શુલ્ક વિતરણ કરાશે જે અનુસંધાને તારીખ 16/7/2023 ને રવિવારે શિશુ મંદિર સ્કૂલ ખાતે સવારે 9:00 વાગ્યાથી વિતરણ શરૂ કરાશે.ગોંડલમાં 27 વર્ષથી સેવાકીય પ્રવૃતિ કરતા અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા આગામી સમયમાં કુલ એક લાખ દેશીકુળના આયુર્વેદિક વૃક્ષો તેમજ ફળાવ વૃક્ષોના નિશુલ્ક વિતરણ માટે ના લક્ષ્યાંક ને પાર કરવા માટે આવતા રવિવારે ગોંડલના શહેર તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનું જતન કરવા અને કોરોના જેવી મહામારી માં જ્યારે ઓક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થઈ હતી એને ધ્યાનમાં રાખીને ઓક્સિજનના સ્ત્રોત એવા ઔષધીય 11,111 વૃક્ષના રોપાનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. રોપા લઈ જનાર પોતાના ઘર આંગણે તેમજ સીમ ખેતરમાં આ વૃક્ષ વાવશે અને એનું જતન કરશે એની બાંહેધરીનું ફોર્મ પણ ભરાવવામાં આવશે.આ સંસ્થા દ્વારા દર વર્ષે વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને આગામી વર્ષોમાં પણ વિતરણ કરવામાં આવશે. આ વૃક્ષ વિતરણના કાર્યક્રમમા ગોંડલના સંતો મહંતો તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. તો ગોંડલની વૃક્ષ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા અમારું ભાવભર્યુ આમંત્રણ છે આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.