એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે ઇન્વેસ્ટીચર સેરેમની અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

પાલેજ પાસે એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ (હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી એજ્યુકેશનલ કેમ્પસ)માં ઇન્વેસ્ટીચર સેરેમની અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં અતિથિ વિશેષ તરીકે પાલેજ પોલીસ ઇન્સપેકટર શિલ્પાબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમનો આરંભ પ્રાર્થના દ્રારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્વાગત પ્રવચન અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટીચર સેરેમનીમાં વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓને શિસ્ત, રમતગમત સહિત અભ્યાસલક્ષી જેવી અનેક જવાબદારી સોંપવામાં આવી હતી,

ધોરણ ૧૦ અને ૧૨મા પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમ મેળવનારનું અતિથિ વિશેષ દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતુ. વિવિધ વર્ગોના બાળકો દ્રારા પ્રસંગ અનુરૂપ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર પાલેજ પોલીસ ઇન્સપેકટર શિલ્પાબેન દેસાઇએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થઇ શકે એ મુજબ શિક્ષણનું મહત્વ દર્શાવતું વકત્વ્ય આપ્યું હતું. ત્યારબાદ આચાર્ય દ્રારા વકત્વય આપવામાં આવ્યું હતું, જેમા સમગ્ર મેનેજમેન્ટ, શિક્ષકગણ, વાલીઓ, સ્ટાફ સહિત તમામનો આભાર માનવામાં આવ્યો હતો.

પાલેજ : સલીમ પટેલ દ્રારા

error: Content is protected !!