ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં “ગ્રીન ડે” ની ઉજવણી કરવામાં આવી.

ગંગોત્રી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથો-સાથ આપણા અમૂલ્ય સાંસ્કૃતિ વારસાને જાળવી રાખવા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રકૃતિની જાળવણીના ઉદેશને ધ્યાને રાખી ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રીન ક્લોથમાં સજ્જ થયાં હતા. તેમજ પ્રિ-પ્રાઈમરી વિભાગનાં ભૂલકાઓ વૃક્ષોના લીલાછમ પાંદડાના કપડાં બનાવી પહેરીને આવ્યા હતા. તેમજ પ્રિ-સ્કૂલના નાના-નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા કરીને સુંદર અભિનય કરવામાં આવ્યો હતો. આજના સમયનો વિકટ પ્રશ્ન એટલે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેનું માત્ર એક જ કારણ છે વૃક્ષોનું ઘટવું. આ સંદર્ભે વિદ્યાર્થીઓએ “Save Tree”, ‘Go Green” અને “Save Environment” જેવા મુદ્દા પર વૃક્ષોનું જતન કરવાનો મેસેજ આપ્યો હતો. આ તકે વિદ્યાર્થીઓને વૃક્ષોનું માનવજીવનમાં રહેલું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
error: Content is protected !!