જસદણ તાલુકાના પાંચવડા ગામની મુલાકાત લઈને લોકકલ્યાણની કામગીરીની સમીક્ષા કરતા મામલતદારશ્રી અસવાર.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મામલતદાર શ્રી એસ.જે.અસવારે પાંચવાડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી,જયાં તેમણે તપાસણી કરી બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું હતું. આ તકે શાળાના આચાર્યશ્રી અને ગામના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા.


મામલતદારશ્રીએ બાલવાટિકાના બાળકો સાથે સંવાદ કરી અભ્યાસના પ્રારંભિક દિવસોમાં બાળકોની પરિસ્થિતિ અને શાળામાં તેમને મળતી સુવિધાઓ વગેરે અંગે સમીક્ષા કરી હતી.

ગામની વિચરતી વિમુક્ત જાતિને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પ્લોટ ફાળવવા બાબતે મામલતદારશ્રીએ સ્થળ મુલાકાત કરી, લોકોને કાયમી નિવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો મળનાર સુવિધાઓથી માહિતગાર કર્યા હતા.

રિપોર્ટર પિયુષ વાજા જસદણ

error: Content is protected !!