શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 58માં જન્મદિવસે ગોંડલમાં મહા રક્તદાન રૂપી સેવાયજ્ઞ.
સમસ્ત લેઉવા પટેલ સમાજના હ્રદયસમ્રાટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ ના ૫૮માં જન્મદિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં સેવાકાર્યો અને મહા રક્તદાન કેમ્પના આયોજનો થયા છે.
એ આયોજન અંતર્ગત શ્રી ખોડલધામ સમિતિ – ગોંડલ દ્વારા ગોંડલ શહેર ખાતે જેલચોકમાં આવેલ પટેલ વાડી માં મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું,
આ મહા રક્તદાન કેમ્પમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, ગોંડલ શહેર માં વસતા લેઉવા પટેલ સમાજના અલગ અલગ ક્ષેત્રના આગેવાનો, સામાજીક અને રાજકીય અગ્રણીઓ, દાતાશ્રીઓ , સ્વયંસેવકો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં દીપપ્રજ્વલ્લિત કરીને મહા રક્તદાન કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવેલ,
સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલ કેમ્પ બપોરે ૧ વાગ્યાના અંતે કુલ ૩૨૧ બોટલ રક્ત એકત્રિત કરીને સફળતાપૂર્વક અને સુખરૂપ રીતે સંપન્ન થયેલ.