ગોંડલ શહેરમાં ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી માં બે બસો ફસાઈ : મુસાફરો ને ઈમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગોંડલ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી જેમાં બસમાં બેઠેલા મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

શહેર માં ત્રણ અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાયા

ગોંડલ શહેરમાં ત્રણ જેટલા અંડર બ્રિજ આવેલા છે જેમાં લાલપુલ, આશાપુરા અંડર બ્રિજ અને ઉમવાળા અંડર બ્રિજ ખાતે વરસાદી પાણી ભરાયા છે

જેમાં અનેક વખત અનેક નાના-મોટા વાહનો ફસાયા ની ઘટના સામે આવી છે ત્યારે આજે પણ આશાપુરા અંડર બ્રિજ ખાતે બે બસ ફસાઈ હતી તંત્ર દ્વારા જે અંડર બ્રિજ આવેલા છે તેમાં વાહન વ્યવહાર જો બંધ કરવામાં આવે તો કોઈ આકસ્મિત ઘટના બનતી અટકી શકે છે.

error: Content is protected !!