વેરી તળાવ ઓવરફલો : ગોંડલ માં ધોધમાર વરસાદના પગલે શહેરની ગોંડલી નદી ગાંડીતુર બની, નીચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા.
ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ધોધમાર વરસાદના કારણે ગોંડલ શહેર નો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો હતો વેરી તળાવની નીચે આવેલ આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, અને ગોંડલી નદી બે કાંઠે જોવા મળી હતી ગોંડલ શહેર ની નદીઓ માં ભારે પુર આવતા અનેક લોકો પ્રતિબંધિત વિસ્તાર માં નાહવા પોહચ્યા કોઈ અકસ્માત ની ઘટના ઘટશે તો જવાબદાર કોણ રહેશે તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર ને બંધ કરવામાં આવશે કે શું એ જોવાનું રહ્યું.
નાના મોટા ચેક ડેમ ઓવરફ્લો થયા
ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો ના પાળા તૂટ્યા હતા હતા લીલાખા, નવાગામ, કમઢીયા, સાંઢવાયા, ઘોઘાવદર, પાટીદડ સહિત ના અનેક ગામો ની નદી ગાંડીતુર બની પંથક ના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા ગ્રામજનો પુર જોવા ઉમટ્યા.
વેરી તળાવ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે પાણીની આવક માં સતત વધારો જોવા મળી રહ્યો છે વેરી તળાવ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલિયા, વોરા કોટડા, ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.