ગોંડલ માં ગંજીવાળા રોડ પર આવેલ ગૌશાળા ની પાછળ પટેલ યુવાને ગળાફાંસો ખાધો.
ગોંડલ ભોજરાજપરા માં આવેલ ગંજીવાળા રોડ પર આવેલ ગૌશાળા ની પાછળ આવેલ ખેતરમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી હતી મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોંડલ ભોજરાજપરા માં ગંજીવાડા રોડ પર આવેલ ગૌ શાળા ની પાછળ આવેલ કમલેશ ગોકળભાઈ રૈયાણી (ઉ.વ. 48) વાળાએ પોતાના ખેતર માં આવેલ રૂમ ની પાછળ ગાયો બાંધવાના છાપરા ના એન્ગલ સાથે દોરી બાંધી ને ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું હતું
મૃતક ને મગજની બીમારી હતી ઘણા સમય થી મગજ ની દવા પણ ચાલુ હતી મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ ને લઈને શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પરિવાર માં મૃતક કમલેશ અને તેમનો દીકરો બન્ને સાથે રહેતા હતા દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.