ગોંડલ મોટીબજારમાં 3 વ્યક્તિઓને વીજ શોટ લાગતા 12 દિવસ બાદ એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું.

ગોંડલ મોટીબજાર વેરી દરવાજા પાસે આવેલ બેઠા પુલ વાળી શેરીમાં મકાન માં પ્લબિંગનું કામ કરતા 3 વ્યક્તિઓને શોટ લાગ્યો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ .

ગોંડલ શહેરમાં ઘોઘાવદર રોડ સરગમ પાર્ક – 2 માં રહેતા સુલતાનભાઈ કૈડા તેમના પુત્ર મોહમ્મદ યુસુફ સાથે મોટી બજાર માં 22 જૂને પ્લબિંગનું કામ કરવા ગયા હતા.તે દરમ્યાન મકાનના ત્રીજા માળે લોખંડની સીડી વિજ તારને અડી જતા 3 વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો અને ઇજા થવા પામી હતી જેમાં મોહમ્મદ યુસુફ કૈડા (ઉ.વ. 14) ને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઈજાઓ હોય વધુ સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોહમ્મદ યુસુફ કૈડાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૃતક મોહમદ યુસુફના પિતા સુલ્તાનભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે બે ભાઈઓમાં સૌથી મોટો પુત્ર હતો. યુસુફનું આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

error: Content is protected !!