ગોંડલના ભુણાવા પાસે પાણીના ટાંકા પડી જતા બાળકીનું મોત.

Loading

ગોંડલ તાલુકાના ભુણાવા પાસે શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં રહેતા મજૂર પરિવારની પુત્રી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જતા મોત નિપજ્યું હોવાની ઘટના ને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો.

ગોંડલ તાલુકાના ભુણાવા ગામ પાસે આવેલ વી.જે. કંપનીમાં કામ કરતા અને શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં ભાડે રહેતા સંજયભાઈ વદેસણીયાની બન્ને દીકરી દીક્ષા અને દીપિકા ઓરડી પાસે આવેલ ધાબા પાસે રમતા હતા તે દરમ્યાન દીપિકા વદેસણીયા (ઉ.વ.૭) નામની બાળકીનું પાણી ની ભરેલ ટાંકીમાં પડી જવાથી અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃતક બાળકીના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક બાળકીના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે આકસ્મિક પુત્રીના મોતને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો..

error: Content is protected !!