હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.

રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર : ડૉ મતાઉદ્દીન ચિશ્તી.

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે અને મોટામિયાં માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ખુબ મોટી સંખ્યામા અનુયાયી ઓ હાજર રહ્યા હતા.
ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા.

 

વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયમા ગુરુ તરફથી આપવામાં આવેલ વચનોને ફક્ત સાંભળવા પૂરતા સીમિત ન રાખી અનુસરવા જોઇએ, જીવનયાત્રામાં ગતિ અને મતિનું સંતુલન જળવાય એ માટેનો સ્ત્રોત એટલે જ ગુરુ, પીર, મુર્શીદ કે રાહબર. આ જ રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર, ગતિશીલ જીવનમાં માર્ગદર્શકનું સાનિધ્ય અતિશય જરૂરી છે, એ જ જીવન ને યોગ્ય દિશા તરફ લઇ જાય છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા અનુરોધ કરાયો હતો, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર-ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!