ગોંડલ સીટી પી.આઈ.સંગાડા દ્વારા 376(2) ( J )(N)ના કામે આરોપીઓ નું સરઘસ કાઢી નામદાર કોર્ટના હુકમ નો ઉલળીયો કર્યો.
Views: 1,315
કોટૅના હુકમનો અનાદાર કર્યો હોવાના આક્ષેપો સાથે સી.ટી.પી.આઈ સહિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં ભરવા કોર્ટમાં ધા ..
ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગત .તા. ૨૦ ના રોજ બહેરા મૂંગા યુવતીએ પોતાની ઉપર બળાત્કાર કરી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશન ખાતે આપતાં પોલીસે ગુન્હો નોંધી બે આરોપીઓની અટક કરી કાર્યવાહી કરેલ હતી બાદમાં કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટએ આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામાં આવતાં પોલીસે કોટૅના હુકમનો અનાદાર કરી આરોપીઓને પોતાના કબજામાં રાખી સરઘસ કાઢી જેલ હવાલે કર્યા હોવાનાં પુરાવા સાથે કોર્ટ ફરિયાદ આપતાં બનાવની તપાસ ડી.વાય.એસ.પી.ને આપતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
આરોપી આ સમગ્ર ઘટના ની જાણ આરોપી નંબર એકનાભાઈ સલીમ ચૌહાણ ને થતા તેઓએ એડવોકેટ મારફત નામ.કોટૅમાં ફરિયાદ આપી જણાવ્યું કે ગત.તા.૨૦/૫ ના રોજ ગોડલ સીટી પોલીસ દ્વારાબહેરા મૂંગા યુવતી ઉપર બળાત્કાર કરી ગર્ભ રાખી દીધાના આરોપસર આઈ.પી.સી.કલમ ૩૭૬(૨) જે (એન) મુજબના ગુન્હાના શકમંદ ઈકબાલ એહમદ ચૌહાણ તથા સીદીક સતાર સાડેકીની પોલીસ દ્વારા ગુન્હામાં અટક કરવામાં આવી હતી નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં ગત તા. ૨૧/૫ ના રોજ કોટૅ સમક્ષ બપોરના ૧૨/૩૦ કલાકે રજુ કરતાં કોટૅ દ્વારા બપોરના ૧ વાગ્યે આરોપીઓનુ જેલ વોરંટ ભરી જેલ હવાલે કરવાનો હુકમ કરતાં પોલીસ દ્વારા આરોપી ને જેલ ખાતે લઈ જવાને બદલે ભગવતપરા તેમજ દરગાહ ના ગ્રાઉન્ડમાં બનાવવાળી જગ્યા ખાતે લઈ જઈ પોલીસ દ્વારા હાથમાં ધોકા તેમજ પોલીસ વાહનો દ્વારા આરોપી ઓ ને લઈને જાહેરમાં સરઘસ કાઢી હોવાની વિગત આરોપીના ભાઈને જણાતાં સમગ્ર ધટના જાણી વિડીયો કુટેઝ તથા ડી.વી.આર.લઈ ગોડલ જેલ ખાતે તપાસ કરતાં પોલીસ દ્વારા આરોપી ને સાંજે ૫/૧૫ કલાકે આરોપીઓ નો કબજો સોપેલ હોય જે તમામ બાબતો ના પુરાવા એકઠાં કરી ગોડલ સીટી પી.આઈ દ્વારા નામ .કોટૅના હુકમનો પણ અનાદર કરેલ હોવાની વિગતો સાથે આરોપી ના ભાઈએ પોતાના એડવોકેટ મારફત ગોડલ સીટી પી આઈ વિરુદ્ધ નામ.કોટૅમાં ફરિયાદ કરતાં કોટૅ દ્વારા સમગ્ર ધટનાની તપાસ ડી.વાય.એસ.પી.સોપવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.