ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ જર્જરીત હોવાનુ રાજ્ય સરકારે હાઇકોર્ટ મા સ્વિકાર્યુ:લોકોને ગુમરાહ કરતી નગરપાલીકા ને સણસણતો તમાચો લાગ્યો છે:યતિષભાઈ દેસાઈ.

ગોંડલ નાં ભગવતપરા અને મોવિયા રોડ ને જોડતા રાજાશાહી સમય નાં વર્ષોજુના બન્ને પુલ જર્જરીત અને બિસ્માર હાલત માં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવા પુલ બનાવવા કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ એ નગરપાલીકા ને અનેક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ દાદ નહી મળતા આખરે હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરતા

 

આજે સુનવણી દરમિયાન રાજ્ય સરકારે બન્ને પુલ પર હેવી વ્હીકલ ચલાવી શકાય તેમ નથી

તેવી કબુલાત આપતા યતિષભાઈ દેસાઈ એ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી જણાવ્યુ કે બન્ને પુલ જોખમી હોવાનુ ખુદ રાજ્ય સરકાર સ્વિકારે છે ત્યારે ભાજપ દ્વારા નવ વર્ષ ના વિકાસ ની વાતો હાસ્યસ્પદ સાબીત બની છે.

error: Content is protected !!