ગોંડલમાં બાલા હનુમાન મંદિરમાં બે ભક્ત બાખડ્યા : વર્ષોથી સેવા કરતા વૃદ્ધના હાથે દાળ-શાક ઉડતા જામનગરથી આવેલા શખ્સે લોટા થી માર મારતા વૃધ્ધ નુ મોત.
ગોંડલમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા કરતા વૃદ્ધને જામનગરથી આવેલા શખ્સે લોટા વડે ફટકારી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યા માં પલટાયો હતો.પોલીસે જામનગર ના શખ્સ ને જડપી લઇ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ એકલવાયુ જીવન જીવતા અને આઠ દશ વર્ષ થી સેન્ટ્રલ સિનેમા રોડ પર આવેલા બાલાજી હનુમાન મંદિરે રહી સેવા પૂજા કરતા મહેન્દ્રભાઈ મોતીચંદભાઇ જીણોજા ઉ.૬૮ ગતરાત્રે આઠના સુમારે રસોડા મા હતા.ત્યારે ભગવાનજી ગઢવી નામના શખ્સ થી ગરમ શાક નો રસો ઉડતા મહેન્દ્રભાઈ એ ઠપકો આપતા ઉશ્કેરાયેલાં ભગવાનજી એ ગાળાગાળી કરી મહેન્દ્રભાઈ સાથે ઝપાઝપી કરી હતી.એટલેથી નહી અટકતા સ્ટીલ ના પાણી ના લોટા વડે માથા આંખ અને કાન પર આડેધડ ઘા ફટકારતા મહેન્દ્રભાઈ લોહીલુહાણ થઇ ગયા હતા.બનાવ વેળા દેકારો મચી જતા લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ને ગોંડલ સરકારી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડ્યા હતા.ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા મહેન્દ્રભાઈ નુ મોત નિપજ્યુ હતુ.બનાવ ના પગલે દોડી આવેલી પોલીસે ભગવાનજી ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાખોર ભગવાનજી ગઢવી આઠ દિવસ થી બાલાજી મંદિરે આવ્યો હતો.ત્યા સેવાપુજા સહિત નાનામોટા કામ કરી રહેતો હતો.તે જામનગર નો હોવાનુ જણાવ્યુ હતુ.
મહેન્દ્રભાઈ પરીવાર માં એકલાજ હતા.બાલાજી મંદિર નાં રુમ માં રહી સવાર સાંજ ધુન વગાડવા ની સાથે સેવાપુજા કરતા હતા. બનાવ અંગે પીઆઈ.સંગાડાએ તપાસ હાથ ધરી છે.