જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારો યોજાયો.

જસદણ રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક મંડળ સરસ્વતી સન્માન સમિતિ જસદણ દ્વારા ધોરણ 1 થી 12ના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સારા માર્ક થી પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો


સમારોમા ધોરણ 3 થી 12ના વિદ્યાર્થી કે જેઓ 1 2 3 ક્રમાંક આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને નોટબુક બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ એક અને બેના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિત તેમજ નોટબુક આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ આ તકે સમારંભ ના મુખ્ય મહેમાન શ્રી જતીનભાઇ ગિજુભાઈ ભરાડ અને વિક્રમભાઈ મહેતાને સરસ્વતી સન્માન સમિતિ દ્વારા સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરેલ ત્યાર બાદ જતીનભાઇ ભરાડ અને વિક્રમભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપેલ તેમજ રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી અને ટ્રસ્ટી શ્રી નુ સાલ ઓઢાડી સન્માનિત કરી વિદાયમાન આપેલ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી જેન્તીભાઇ જોશી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે જૂની કમિટી દ્વારા જ્ઞાતિની વાડીમાં યોગદાન આપવામાં આવેલ તે ખૂબ જ સરાનિય છે

અને જ્ઞાતિની વાડી ઊભી કરવામાં ખૂબ જ મોટું યોગદાન આપેલ છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ જણાવેલ ત્યાર બાદ નવનિયુક્ત પ્રમુખ અને સમારંભ ના દાતા શ્રી ઓનુ સન્માન કરવામાં આવેલ જેમાં શિલ્ડના દાતા સુભાષભાઈ બચુભાઈ રવિયા, શૈક્ષણિક ઈદના દાતા દેવશંકરભાઈ રણછોડભાઈ ચાંવ, નોટબુકના દાતા રાજુભાઈ ઈશ્વરભાઈ મહેતા, મંડપ તેમજ સ્ટેજ વ્યવસ્થા ના દાતા સંજયભાઈ શિવશંકરભાઈ મહેતા, વિડીયો શુટીંગ ના દાતા વિજયભાઈ મનુભાઈ તેરૈયા અને રસોઈ કામના દાતા રમેશભાઈ લીલાધરભાઇ દવે તેમજ તામામ દાતાશ્રીઓનું સરસ્વતી સન્માન સમિતિ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ આ સમારંભમાં જસદણ રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિના વડીલો ભાઈઓ તથા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમના અંતમાં સૌ સાથે મળી પ્રસાદ લીધેલ
સરસ્વતી સન્માન સમારંભ ને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો પંકજભાઈ રવિય, વિજયભાઈ ચાંવ, આસ્તિકભાઈ મહેતા, પ્રમોદભાઈ મહેતા, દીપકભાઈ દવે, કેયુરભાઈ મંડીર, કૌશિકભાઈ મહેતા, દીપકભાઈ મહેતા, ઉમેશભાઈ તેરૈયા, કમલેશભાઈ દવે,સાંજયભાઈ જોશી, જીતુભાઈ જોશી, ભરતભાઈ ભરાડ, રાહુલભાઈ ભરાડ, નીમેશભાઈ ભરાડ,હિતેશભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, પ્રશાંતભાઈ માઢક, ભાવિનભાઈ તેરૈયા, બ્રિજેશભાઈ મહેતા અને કિશનભાઇ રવિયા સહિત કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન અશોકભાઈ જોશી દ્વારા કરવામાં આવે.

રિપોર્ટર: પિયુષ વાજા જસદણ

error: Content is protected !!